હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેટા ફેકટ ચેક પ્રોગ્રામ બંધ કરાશેઃ સેન્સરશિપ પોલીસીમાં ફેરફાર કરી કોમ્યુનીટી નોટ્સ મોડલ તરફ આગળ વધીશુંઃઝુકરબર્ગની મોટી જાહેરાત
ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મમાં થશે ધરખમ બદલાવ આ નિર્ણય બાદ ફેસબુક, ઇન્સટાગ્રામ તથા થ્રેડસમાં અલગતા આવશે

ન્યુયોર્ક તા.૮: ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા માર્ક ઝકરબર્ગે મોટી જાહેરાત કરી છે. તેઓ મેટાની નીતિમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે, અને મેટા ફેક્ટ ચેક પ્રોગ્રામને પણ સમાપ્ત કરવા જઈ રહ્યા છે. હવે તે એલોન મસ્કના X પ્લેટફોર્મના કોમ્યુનિટી નોટ્સ મોડલને અનુસરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા છે અને ટૂંક સમયમાં શપથ લેશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે આવતાંની સાથે જ આપણે કોઈ મોટો બદલાવ જોઈશું? આ દરમિયાન ફેસબુકના કો-ફાઉન્ડર અને મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક મોટો નિર્ણય લીધો છે.માર્ક ઝુકરબર્ગે મેટા ફેક્ટ ચેક પ્રોગ્રામ બંધ કરવાની સાથે સેન્સરશિપ પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત તે એલોન મસ્ક દ્વારા સંચાલિત X- પ્રરિત કોમ્યુનિટી નોટ્સ મોડલ તરફ આગળ વધી રહ્યો છે .
માર્ક ઝુકરબર્ગના આ નિર્ણય પછી મેટા હેઠળના તમામ પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ્સ પરથી ફેક્ટ ચેક પ્રોગ્રામને ખતમ કરી દેવામાં આવશે.કોમ્યુનિટી નોટ્સ મોડલ એ મોડલ છે જેની મદદથી એલોન મસ્ક તેના X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર)ને લોકપ્રિય બનાવ્યું છે. મેટાના ચીફ ગ્લોબલ ઓફિસર જોએલ કેપલેને કહ્યું કે તેમણે આ મોડલન X પ્લેટફોર્મ પર સફળતા સુધી પહોંચતા જોયા છે. આ મોડેલમાં તેઓ તેમના સમુદાયને સંભવિત રીતે ખોટું શું છે તે નક્કી કરવાનો અધિકાર આપે છે.માર્ક ઝીંકરબર્ગના આ નિર્ણય બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખુશ જોવા મળ્યા. જ્યારે પત્રકારોના એક જૂથે તેમને પૂછયું કે શું તેમને લાગે છે કે આ ઝુકરબર્ગ સામેની તેમની ધમકીઓનો જવાબ છે, તો તેમણે કહ્યું, કદાચ, હા.માર્ક ઝુકરબર્ગે સ્વીકાર્યું કે ઘણી જગ્યાએ ખામીઓ હતીખાનગી ન્યૂઝ ચેનલનાં અહેવાલ મુજબ ઝુકરબર્ગે કહ્યું કે ફેક્ટ ચેકમાં ફેસબુકના મોડરેશન ઈશ્યૂમાં ઘણી ભૂલો જોવા મળી છે. અહેવાલોએ વીડિયોને ટાંકીને જણાવ્યું હતું કે હકીકત તપાસનારાઓ રાજકીય રીતે પક્ષપાતી હતા.મેટા પર ચાલતો ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામ ત્યારે શરૂ થયો જ્યારે કંપનીનું નામ ફેસબુક હતું. આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ્સ ખોટી માહિતીને ઓળખવા અને લેબલ કરવા માટે તળતીય-પક્ષ ફેક્ટ ચેકર્સ પર આધાર રાખે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
