<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ઈઝરાયલે એક જ સપ્‍તાહમાં દક્ષિણ ગાઝા ઉપર ત્રીજી વખત એરસ્‍ટ્રાઈક કરી : ૧૭નો ભોગ લેવાયો

એક જ કેમ્‍પમાં રહેતા ૮ બાળકો, ૫ મહિલાઓ સહિતના મોતથી અરેરાટી

નવી દિલ્‍હી, તા. ૮ : ઈઝરાયલે દક્ષિણ ગાઝા પર એરસ્‍ટ્રાઈક કરતા ૧૭ના મોત થયા છે. આ અઠવાડીયે ત્રીજી વખત ઈઝરાયલે ગાઝા પર બોમ્‍બમારો કર્યો છે. દક્ષિણ ગાઝામાં મંગળવારે મોડી રાત્રે ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા હતા. આ હવાઈ હુમલામાં માર્યા ગયેલા લગભગ તમામ મહિલાઓ અને બાળકો હતા. આ પહેલા ઈઝરાયલના ફાઈટર પ્‍લેન અને ડ્રોને ગાઝા પટ્ટીમાં ૧૦૦થી વધુ સ્‍થળો પર બોમ્‍બમારો કર્યો હતો. જેમાં ૨૦૦ જેટલા લોકોના મોત થયાની માહિતી સામે આવી હતી. નજીકના ખાન યુનિસમાં નાસેર હોસ્‍પિટલના બાળકોના વોર્ડના ડીરેકટર અહેમદ અલ - ફારાએ જણાવ્‍યુ હતુ કે એક જ કેમ્‍પમાં રહેતા પાંચ બાળકોના મોત થયા છે. કેમ્‍પ, ઘરો અને વાહન ઉપર હુમલા બાદ ૮ બાળકોના અને ૫ મહિલાઓના મૃતદેહો હોસ્‍પિટલ લાવવામાં આવ્‍યા હતા.

(5:07 PM IST)