તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 8th January 2025
સર્જરી એકવાર થશે, તેના માટે આપણે તૈયાર રહેવું પડશે
સંભલ મુદ્દે મુખ્યમંત્રી યોગીનું સૂચક નિવેદનઃબીમારીને સમયસર સ્વીકારવી જોઈએઃ મુખ્યમંત્રી યોગી

લખનૌ, તા.૮
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, જૂના દર્દની સારવાર કરવી જરૃરી છે, નહીતર તે કેન્સર બની જાય છે. તેનો ઉકેલ શોધવો ખુબ જ જરૃરી છે કારણ કે આ સારવારની પ્રક્રિયાની સાથે કેટલી પણ કીમોથેરેપી કે રેડિયોથેરેપી તમે આપતા રહેશો. તેનો ઉકેલ આવવાનો નથી. સર્જરી એકવાર થાય છે અને તે સર્જરી માટે આપણે તૈયાર રહેવું પડશે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ગૂમડું ગમે તેટલું મોટું કેમ ન હોય, એકવાર સર્જરી થઈ જાય પછી તે નવેસરથી આગળ વધે છે. મને લાગે છે કે આ પ્રકારના ઉકેલોનો રસ્તો આપણે જોવો પડશે.
સંભલમાં ફરીથી મંદિર બનાવવાથી જોડાયેલા સવાલ પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, આઇન-એ-અકબરી આ વાતને પ્રમાણિત કરી રહ્યા છે કે અહીં શ્રી હરિના મંદિરને તોડીને એક સ્ટ્રક્ચર ઉભું કરી દેવાયું છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'તો લોકો પોતાની આત્માને ખંખોળે, જુએ અને સ્વીકારે. બીમારીને સમયસર સ્વીકારવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થાય છે. સંભલ વિશે બધું પહેલેથી જ નક્કી છે. તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે એક પછી એક સંભલનું ઈસ્લામીકરણ કરવામાં આવ્યું છે. કેવી રીતે ત્યાં દરેક પ્રતીક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. કેવી રીતે સનાતન ધર્મના વારસા સાથે સંકળાયેલા સ્થળોનો નાશ કરવામાં આવ્યો.'
તેમણે કહ્યું કે, 'તાળા બંધ કરી દેવાયા, કૂવાઓ દાંટી દેવાયા, ત્યાં ઘરો ચણી લેવાયા. ત્યાં સતત રમખાણો થયા, કોઈ સરકાર બોલતી ન હતી. ૧૯૪૭થી ૨૦૧૭ સુધીમાં ૨૦૯ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. ૧૯૭૬માં ૮ હિંદુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને ૧૯૭૮માં ૧૮૪ હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. એક પણ આવા તત્ત્વો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમ છતાં લોકો શાંતિનો સંદેશ લઈને ફરે છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
