<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ખડગે અને રાહુલ ગાંધી પ્રજાસત્તાક દિવસે મધ્યપ્રદેશમાં બીઆર આંબેડકરના જન્મસ્થળની મુલાકાત લેશે

ઈન્દોર જિલ્લાના મહુમાં 'જય બાપુ-જય ભીમ-જય બંધારણ' રેલીનું આયોજન: તૈયારીઓ માટે વિવિધ સમિતિઓની રચના

ભોપાલ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 26 જાન્યુઆરીએ બંધારણ રેલીમાં ભાગ લેવા માટે મધ્ય પ્રદેશમાં બાબા સાહેબ આંબેડકરના જન્મસ્થળ મહુની મુલાકાત લેશે. પાર્ટીએ બુધવારે આ જાણકારી આપી.હતી 

કોંગ્રેસ ઈન્દોર જિલ્લાના મહુમાં 'જય બાપુ-જય ભીમ-જય બંધારણ' રેલીનું આયોજન કરી રહી છે.

 પાર્ટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલીની તૈયારીઓ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

કોંગ્રેસે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી 26 જાન્યુઆરીએ રેલીમાં ભાગ લેશે.

 10 જાન્યુઆરીએ અહીં કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના કાર્યાલયમાં આયોજન સમિતિઓની બેઠક યોજાશે.


 

(12:38 AM IST)