News of Thursday, 9th January 2025
ઓ બાપ રે! બાળક રડતું હતું તો મા દૂધ લેવા સ્ટેશને ઉતરી, બાળક ટ્રેનમાં રહી ગયું અને ગાડી ઉપડી ગઈઃ વીડિયો વાઇરલ

નવી દિલ્હી, તા.૯: એક મા પોતાના બાળક સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. દીકરાને ભૂખ લાગી હતી. તે બહુ રડતો હતો. તેથી મા સ્ટેશન આવતા જ સ્ટેશન પર ઉતરી અને ટ્રેન ઉપડી ગઈ. પ્લેટફોર્મ પર દોડી પણ ટ્રેન દોડવા લાગી. જ્યારે આ માનો કાળજાનો કટકો ટ્રેનમાં હતો. તે રડવા લાગી, આ જોઈને તમામ લોકો ભાવુક થઈ ગયા. આ ઘટનાનો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા તેની બાજુમાં ઊભેલા લોકો સાથે વાત કરી રહી હતી. તે જતી ટ્રેનને જોઈ રહી હતી અને હાથથી ઈશારો કરી વાત કરી રહી હતી કે ‘આ ટ્રેનમાં મારુ બાળક છે.' ટ્રેનમાં બેઠેલા લોકો પણ આ મહિલાને જોઈ રહ્યા હતા. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક ટ્રેન રોકાઈ જાય છે.
હકીકતમાં જોઈએ તો, બન્યું છે કે ગાર્ડે જોયું કે મહિલા એકલી છે અને તેનું બાળક ટ્રેનમાં રહી ગયું. તે સમયે ટ્રેન વધારે ફાસ્ટ નહોતી થઈ. એટલા માટે તેમણે ટ્રેન રોકાવી દીધી. પછી તો શું મહિલા દોડવા લાગી. ગેટ પાસે ઊભેલા લોકો પણ ટગર ટગર જોયા રાખ્યું.
આ વીડિયો કયારનો અને કયાંનો છે એ જાણી શકાયું નથી, પણ આ વીડિયો જોઈ લોકોએ જરૂરથી રિએક્ટ કર્યું છે. એક યુઝરે લખ્યું કે, ‘પિતાએ દૂધ લેવા ઉતરવું જોઈએ. તે દોડી શકે છે.'' તો વળી બીજા શખ્સે કહયું કે, ‘‘મા સૌથી મોટી યોદ્ધા હોય છે. કોઈ પણ તેની જગ્યા લઈ શકે નહીં.'' લોકોએ ગાર્ડ તરફથી લેવામાં આવેલા તરત એક્શનના વખાણ કર્યા. ઘણા લોકોએ લખ્યું માનવતા હજુ જીવતી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
