News of Thursday, 9th January 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધીઃ- ‘‘૩૦: આંખો બંધ કરીને પોતાના અંતરસ્થ અસ્તિત્વને વિસ્તારથી જુઓ''
આ વિધી માટે અભ્યાસની જરૂર પડશે. એક લાંબો અભ્યાસ જરૂરી બનશે. આ અચાનક સંભવશે નહી. એક લાંબા પ્રશિક્ષણની જરૂરત છે. આંખો બંધ કરી લો. જયારે તમે સમય મળે ત્યારે આંખો બંધ કરી લો અને આંખોનું બધું ભીતર હલન-ચલન પણ બંધ કરી દો. કોઇપણ જાતની ગતિ ના થવા દો. આંખની બધી ગતિઓ બંધ થઇ જવી જોઇએ. ભાવ કરો કે આંખો પત્થર થઇ ગઇ છે. અને એવી પત્થર જેવી સ્થિતિમા ઠહેરી જાઓ. કશું કરશો નહી માત્ર સ્થિર રહો.ત્યારે કોઇક દિવસે અચાનક તમને એ બોધ થશે કે તમે પોતાના ભીતર જોઇ રહ્યા છો. આનો અભ્યાસ કરતા કરતા તમે કોઇક દિવસેઅચાનકતમે અંદર જોવામાં સમર્થ બની જશો. જે આંખો સતત બહાર જોવામાં ટેવાયેલી હતી તે ભીતર વળી જશે અને તમને તમારા અંતસ્થની એક ઝલક મળી જશે ત્યારે કોઇ મુશ્કેલી નહી રહે. એક વખત તમને અંતરસ્થની ઝલક મળી ગઇ તો જાણો છો કે શું કરી શકાય અને કેવી રીતે ગતિ કરી શકાય. પહેલી ઝલક જ કઠીન છે. એના પછી તમને ઉપાય મળી ગયો.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
