<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

કુંભ મેળામાં જવું છે ? રાત્રિ રોકાણનો ખર્ચ અને ત્‍યાં પહોંચવાના વિકલ્‍પો શું છે ?

મેળાનું મુખ્‍ય સ્‍થળ ‘ત્રિવેણી સંગમ' છે, જેની નજીકની હોટેલની કિંમતો પ્રતિ રાત્રિ ૧૧,૦૦૦ થી લઈને ૩૦,૦૦૦ રૂપિયા સુધીની છે

પ્રયાગરાજ, તા.૯: હિન્‍દુઓના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક એવો મહા કુંભ મેળો પ્રયાગરાજમાં ૧૩ જાન્‍યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન યોજાવા જઈ રહયો છે. ભારતમાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન એ ચાર સ્‍થળે કુંભ મેળો ભરાય છે. જે-તે સ્‍થળે દર ૧૨ વર્ષે એક વાર કુંભ મેળાનું આયોજન થાય છે, જેની મુલાકાતે સમગ્ર ભારત અને વિશ્વભરના દેશોના આસ્‍થાળુઓ આવે છે.

ઉત્તર પ્રદેશ સરકારનો અંદાજ છે કે આ વર્ષના પ્રયાગરાજ કુંભ મેળામાં દેશ-વિદેશના ૪૦-૪૫ કરોડ લોકો હાજરી આપશે! આ વિશ્વ રેકોર્ડ હશે. મુલાકાતીઓમાં સમાજના પ્રત્‍યેક વર્ગના લોકો હશે. મેળામાં હાજર રહેનાર કેટલીક જાણીતી હસ્‍તીઓના નામની ચર્ચા અત્‍યારથી જ મીડિયામાં ચાલી રહી છે.

શું છે ફ્‌લાઇટના વિકલ્‍પો ?

જ્જ ઝડપી આવાગમનની વાત કરીએ તો હવાઈ મુસાફરી દ્વારા પ્રયાગરાજ પહોંચવા માટે ૧૩ થી ૧૯ જાન્‍યુઆરી માટે દિલ્‍હી-પ્રયાગરાજની ફ્‌લાઈટની કિંમત (Flight Fare) ૫,૦૦૦ અને ૭,૫૦૦ રૂપિયા વચ્‍ચે છે. ૧૦ થી ૧૨ જાન્‍યુઆરી માટે આ રુટની ફ્‌લાઇટના દર ૧૦,૦૦૦ થી ૧૩,૦૦૦ રૂપિયા જેટલા છે.

જ્જ મુંબઈથી પ્રયાગરાજની ફ્‌લાઈટ ૭,૫૦૦ થી ૧૨,૦૦૦ રૂપિયામાં ઉપલબ્‍ધ છે.

જ્જ ચેન્‍નાઈથી પ્રયાગરાજની ફ્‌લાઈટ ૧૩,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા સુધીની છે.

જ્જ બેંગલુરુથી પ્રયાગરાજની ફ્‌લાઇટની કિંમત ૬,૮૦૦ થી લઈને ૧૨,૦૦૦ રૂપિયા વચ્‍ચે છે.

જ્જ તમામ ફ્‌લાઇટ્‍સના દર સમય સાથે વધતા જાય એવું બની શકે છે.

આ છે રેલવે માર્ગના વિકલ્‍પો

જે લોકો ટ્રેન દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું વિચારી રહ્‍યા છે તેમના માટે શરૂઆતના દિવસે, એટલે કે ૧૩ જાન્‍યુઆરીના દિવસની ટિકિટની ઉપલબ્‍ધતા અત્‍યંત મર્યાદિત છે. નીચે મુજબની ટ્રેનો (Train Fare) ઉપલબ્‍ધ છે.

જ્જ દિલ્‍હીથી ઉપડતી વંદે ભારત (૨૨૪૩૬) ટ્રેન સવારે ૬:૦૦ વાગ્‍યે નીકળશે અને બપોરે ૧૨:૦૮ વાગ્‍યે પ્રયાગરાજ પહોંચાડશે. ૧૩ અને ૧૪ જાન્‍યુઆરી માટે લાંબું વેઇટિંગ લિસ્‍ટ છે. અત્‍યારે એમાં ૧૫ જાન્‍યુઆરીથી ટિકિટ ઉપલબ્‍ધ છે.

જ્જ DBRT રાજધાની (૧૨૪૨૪) દિલ્‍હીથી સાંજે ૪:૨૦ વાગ્‍યે ઉપડે છે અને રાતે ૧૧:૦૮ વાગ્‍યે પ્રયાગરાજ પહોંચે છે. એમાં ૧૩ જાન્‍યુઆરી માટે કોઈ ટિકિટ ઉપલબ્‍ધ નથી, પરંતુ ૧૪થી ૧૬ અને ૧૮ જાન્‍યુઆરી માટે વિકલ્‍પો ખુલ્લા છે.

જ્જ RJPB તેજસ રાજધાની (૧૨૩૧૦) દિલ્‍હીથી સાંજે ૫:૧૦ વાગ્‍યે ઉપડે છે અને રાતે ૧૨:૦૩ વાગ્‍યે પ્રયાગરાજ પહોંચે છે. એની ટિકિટ ૧૩ જાન્‍યુઆરીના રોજ ઉપલબ્‍ધ નથી, પરંતુ ૧૪થી ૧૬ જાન્‍યુઆરી સુધી ઉપલબ્‍ધ છે.

ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્‍યવસ્‍થાઃ આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન

આ વિશેષ ટ્રેન સેવાનો લાભ લઈ શકાય

૧૫ જાન્‍યુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી IRCTC એક વિશેષ ભારત ગૌરવ ટ્રેન સેવા શરૂ કરશે. એ ટ્રેનમાં ૧૪ કોચ હશે અને પ્રતિ સફર લગભગ ૭૫૦ મુસાફરોને સમાવી શકાશે. આ વિશેષ ટ્રેન સેવા પ્રયાગરાજ ખાતેના ‘મહાકુંભ ગ્રામ IRCTC ટેન્‍ટ સિટી' પેકેજનો એક ભાગ છે. આ ટ્રેન પૂનાથી ઉપડશે.

અમદાવાદથી કઈ રીતે જશો?

જ્જ રેલવે માર્ગે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે બરૌની એક્‍સ્‍પ્રેસ (૧૯૪૮૩), બનારસ વીકલી સુપરફાસ્‍ટ એક્‍સ્‍પ્રેસ (૧૨૯૪૫) અને અઝિમાબાદ એક્‍સ્‍પ્રેસ (૧૨૯૪૭) જેવા વિકલ્‍પો ઉપલબ્‍ધ છે. અલબત્ત, તમામ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્‍ટ છે, એટલે કન્‍ફર્મ ટિકિટ મળવાની શકયતા નહીંવત છે. મુલાકાતીઓએ તત્‍કાલ સેવા પર આધાર રાખવો પડશે.

જ્જ અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેના હવાઈ વિકલ્‍પો પણ સસ્‍તા નથી. ૧૩ જાન્‍યુઆરીની સવારની ફ્‌લાઇટ્‍સની ટિકિટની કિંમત ૧૨૦૦૦ રૂપિયાથી લઈને ૧૭૦૦૦ રૂપિયા સુધીની છે. 

 રૂ.૯૨ લાખમાં કચોરીની દુકાન, લાડુની દુકાન માટે રૂ.૭૬ લાખઃ મહાકુંભમાં દુકાનોના ભાડા જાણી ચોંકી જશો

કયાં રહેવું સૌથી મોંઘું હશે? 

મેળાનું મુખ્‍ય સ્‍થળ ‘ત્રિવેણી સંગમ' છે, જેની નજીકની હોટેલની કિંમતો પ્રતિ રાત્રિ ૧૧,૦૦૦ થી લઈને ૩૦,૦૦૦ રૂપિયા સુધીની છે. ત્‍યાંના ‘ઇસ્‍કોન ગેસ્‍ટ હાઉસ'માં બે પુખ્‍ત વયના લોકો માટે રોકાવાનું ઓછામાં ઓછું ભાડું એક રાતનું ૨૫,૦૦૦ રૂપિયા છે. અલબત્ત, પ્રયાગરાજમાં બજેટ-ફ્રેંડલી વિકલ્‍પો ઉપલબ્‍ધ છે, પણ એમાંય રાત્રિ દીઠ ૫,૦૦૦ થી ૭,૮૦૦ રૂપિયા સુધીની કિંમતો ચૂકવવાની તૈયારી રાખવી પડશે. એટલે એમ કહી શકાય કે પ્રયાગરાજના કુંભ મેળાની મુલાકાત લેવું મોંઘું પડશે.

(11:08 AM IST)