<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ઉત્તર ભારતમાં ઠંડીની લહેર યથાવતઃ વરસાદ-હિમવર્ષાની સંભાવના

ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમામાં ર ડિગ્રી જેટલો ઘટાડો : રાજસ્‍થાનના સીકર જીલ્લાના ફતેહપુરમાં ૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન

નવી દિલ્‍હી, તા. ૯ : હવામાન વિભાગની આગામી મુજબ કેટલીક જગ્‍યાએ તાપમાન વધુ ઘટી શકે છે. જોકે, રાજધાની દિલ્‍હીમાં બપોરે સૂર્યપ્રકાશ દેખાતા લોકોએ થોડી રાહત અનુભવી હતી. પશ્ચિમ વિક્ષેપને કારણે, અઠવાડિયાના અંતમાં ઉત્તરપヘમિ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

શનિવાર અને રવિવારે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં હળવો વરસાદ પડવાની શકયતા છે.

ઉત્તરપヘમિ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ ૨ ડિગ્રી સેલ્‍સિયસનો ઘટાડો થવાની સંભાવના છે અને પછી ધીમે ધીમે ૨-૪ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, રાજસ્‍થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં રાત્રિનું તાપમાન ૧.૧ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જે રાજ્‍યમાં સૌથી ઓછું તાપમાન હતું.

પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્‍યાએ ગાઢ ધુમ્‍મસ જોવા મળ્‍યું, અમળતસરમાં દૃશ્‍યતા શૂન્‍ય થઈ ગઈ. બંને રાજ્‍યોની રાજધાની ચંદીગઢમાં દૃશ્‍યતા ઘટીને ૮૦ મીટર થઈ ગઈ. હરિયાણાના કરનાલ અને અંબાલામાં પણ ધુમ્‍મસ જોવા મળ્‍યું.

ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડી અને ગાઢ ધુમ્‍મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બુધવારે ઇટાવા અને આગ્રા સૌથી ઠંડા રહ્યા. અહીં લઘુત્તમ તાપમાન ૫.૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. ગુરુવાર અને શુક્રવારે હવામાન શુષ્‍ક રહેશે, પરંતુ પૂર્વી અને પヘમિ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્‍મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર શનિવાર અને રવિવારે કેટલાક વિસ્‍તારોમાં હળવો વરસાદ પડવાની શકયતા છે. સવારે અને સાંજે મધ્‍યમ ધુમ્‍મસની અસર જોવા મળી શકે છે.

 

(3:00 PM IST)