News of Thursday, 9th January 2025
૧૬ પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ:ટીટીપીએ વીડિયો જાહેર કર્યો:શાહબાઝ સરકારના શ્વાસ અધ્ધર
તાલિબાને પાકિસ્તાનમાંથી અપહરણ કરાયેલા પરમાણુ વૈજ્ઞાનિકોનો વીડિયો જાહેર કર્યો

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના 16 પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ કર્યું છે. અપહરણ કરાયેલા ૧૬ વૈજ્ઞાનિકોનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. ટીટીપી દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં, પાકિસ્તાની વૈજ્ઞાનિક શાહબાઝે સરકારને આતંકવાદીઓની શરતો સ્વીકારવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
તાલિબાને પાકિસ્તાનમાંથી અપહરણ કરાયેલા પરમાણુ વૈજ્ઞાનિકોનો વીડિયો જાહેર કર્યો છે. જાહેર કરાયેલા વીડિયોમાં, પાકિસ્તાની અધિકારીઓ તેમની સરકારને બળવાખોરોની માંગણીઓ સ્વીકારવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા વિનંતી કરતા જોવા મળ્યા હતા. પાકિસ્તાન પરમાણુ ઉર્જા આયોગના ૧૬ વૈજ્ઞાનિકો હાલમાં ટીટીપીની કસ્ટડીમાં છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે TTP એ ડેરા ઈસ્માઈલ ખાનમાં પાકિસ્તાન ઉર્જા આયોગના એન્જિનિયરોને પકડી લીધા છે. લોકો કહી રહ્યા છે કે વૈજ્ઞાનિકની આ હાલત પાકિસ્તાનની બગડતી સુરક્ષા અને સેનાની લાચારીનું ઉદાહરણ છે.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ પાકિસ્તાનની સૌથી મોટી યુરેનિયમ ખાણમાંથી મોટી માત્રામાં યુરેનિયમ લૂંટી લીધું છે. આ જ યુરેનિયમનો ઉપયોગ અણુ બોમ્બ બનાવવામાં થાય છે.
થોડા સમય પછી, ટીટીપી નેતા તરફથી એક નિવેદન આવ્યું કે અમે પરમાણુ ઉર્જા અધિકારીઓને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી નહીં પરંતુ કેટલીક માંગણીઓને કારણે કસ્ટડીમાં લીધા છે. સરકારને અમારા પર હુમલો કરવાથી બચાવવા અને લોકોના જીવ બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે અમારી માંગણીઓ સ્વીકારવી જોઈએ.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
