News of Thursday, 9th January 2025
કડકડતી ઠંડી માટે તૈયાર રહો: IMDએ આપ્યું એલર્ટ : દિલ્હી સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
-દિલ્હીમાં રવિવારથી હવામાન બદલાઈ શકે અને હળવો વરસાદ પડી શકે: 11 અને 12 જાન્યુઆરીએ દિવસભર વરસાદની શક્યતા

નવી દિલ્હી : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર અને શનિવારે દિલ્હીનું હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ રવિવારથી હવામાન બદલાઈ શકે છે અને હળવો વરસાદ થઈ શકે છે. 11 અને 12 જાન્યુઆરીએ દિવસભર વરસાદની સંભાવના છે, તેની પાછળનું કારણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું કહેવાય છે.
રાજસ્થાનમાં શિયાળાની તીવ્રતા વધી રહી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જયપુર વેધર સેન્ટર અનુસાર, બિકાનેર, જયપુર અને ભરતપુરમાં 10 થી 12 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે. આ સિવાય આ વિસ્તારોમાં કોલ્ડ વેવ અને કોલ્ડ ડેની સ્થિતિ પણ આવી શકે છે
પંજાબ અને હરિયાણામાં ગુરુવારે પણ ઠંડી સતત વધી રહી છે. મોગામાં તાપમાનમાં 2.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. આ પ્રકારનું હવામાન આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહી શકે છે.
સ્કાયમેટ વેધર અનુસાર, 10 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં 11 અને 12 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
