<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

૧૧૭૮ ફૂટ ઊંચા બ્રિજ પર ૧૧૦ કિ.મી. ઝડપે દોડી ટ્રેન

રેલવે મંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યોઃઆ ટ્રેન સવારે ૧૦.૩૦ વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને દોઢ કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી

જમ્મુ, તા.૯

જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાની ટ્વીટર પોસ્ટમાં આ વિશે કહ્યું છે. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ કટરા-બનિહાલ ટ્રેક પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન લગભગ ૧૧૦૦ ફૂટથી વધુ ઊંચા ચિનાબ પુલ પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી. આ સફળ ટ્રાયલની જાણકારી કેન્દ્રીય મંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે.

CRS દિનેશ ચંદ દેશવાલ અનુસાર 'કટરાથી બનિહાલ સુધીનો આ રેલવે ટ્રેક ખૂબ પડકારપૂર્ણ રહ્યો છે. આ ૧૮૦ ડિગ્રીના ચઢાણવાળો ટ્રેક છે પરંતુ આની પર ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બુધવારે આ ટ્રેન સવારે ૧૦.૩૦ વાગે કટરા સ્ટેશનથી રવાના થઈ હતી અને ઝડપથી દોડતાં લગભગ દોઢ કલાકમાં બનિહાલ સ્ટેશન પહોંચી ગઈ. આ ટ્રેક પર આ અંતિમ ટ્રાયલ રન હતી જે સફળ રહી છે. કાશ્મીર માટે સીધી ટ્રેન સેવા શરૃ કરવા પર નિર્ણય લીધા પહેલા તમામ ટ્રાયલ રનના એકત્ર આંકડાનું વિશ્લેષણ કરવામાં આવશે.'

દેશના સૌથી ઊંચા પુલ પર દોડતી આ ટ્રાયલ ટ્રેનનો વીડિયો શેર કરીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે 'ચિનાબ પુલ પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, આ ખરેખરમાં એક ઐતિહાસિક દિવસ. જમ્મુ-શ્રીનગર રેલવે લાઈન ટૂંક સમયમાં ચાલુ થવા માટે તૈયાર છે.'

રેલવે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલી વીડિયો પોસ્ટમાં ટ્રેન ઝડપથી આ પુલથી પસાર થતાં જોવા મળી રહી છે. આ ટ્રેનની સ્પીડ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહી. તે બાદ હવે કાશ્મીર અને દેશના અન્ય ભાગોની વચ્ચે સીધી રેલ સેવાઓની ટૂંક સમયમાં શરૃઆતની આશા વધી ગઈ છે. માત્ર ચિનાબ પુલ જ નહીં પરંતુ આ રેલવે રૃટ પર અંજી ખડ્ડ બ્રિજ પણ પડકારપૂર્ણ છે. જેની પર પણ આ ટ્રેન આ જ ઝડપથી દોડતી દેખાઈ. ચિનાબ પુલ દેશના સૌથી ઊંચા બ્રિજમાં ટોપ પર છે અને તેની સમુદ્ર તળિયેથી ઊંચાઈ ૩૫૯ મીટર કે ૧૧૭૮ ફૂટ અને લંબાઈ ૧૩૧૫ મીટર (૪,૩૧૪ ફૂટ) છે. આ હિસાબે આ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચું છે, જે ૩૨૪ મીટર ઊંચું છે. આ તૈયાર કરવામાં અનુમાનિત ૧૪૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે કટરા-બનિહાલ ટ્રેક પર કરવામાં આવેલી અંતિમ ટ્રાયલ રનથી પહેલા ગયા મહિને અલગ-અલગ ખંડો પર કુલ ૬ ટ્રાયલ રન પૂરી કરવામાં આવી હતી.

જોકે, ઉત્તર સર્કલના રેલવે સુરક્ષા કમિશનર (સીઆરએસ) દિનેશ ચંદ દેશવાલે એ વાતની જાણકારી આપી નહીં કે ક્યાં સુધી રેલવે સેવાઓ શરૃ થઈ શકે છે પરંતુ તેમના અનુસાર અત્યાર સુધીની તમામ ટ્રાયલ સંતોષજનક રહી છે. હવે આ ડેટાનો ઉપયોગ કરીને આપણે ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરીશું અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

(10:20 PM IST)