<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

મુંબઈના જૂહુનું છેલ્લું સિંગલ સ્ક્રીન થિયેટર કરાયું જમીનદોસ્ત

સિંગલ સ્ક્રીન થિયેટર ચંદન ટૉકીઝ 2017માં બંધ કરાયું તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું.

મુંબઈનો જૂહુ વિસ્તાર, જે સ્ટારડમ અને ફિલ્મી સિતારાઓનો અડ્ડો માનવામાં આવે છે, ત્યાં આજે ચંદન ટૉકીઝને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. ખૂબ જ જાણીતા અને સિંગલ સ્ક્રીન થિયેટર, ચંદન ટૉકીઝ, જેને 2017માં બંધ કરી દેવામાં આવ્યું હતું તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. આ એ જ ચંદન છે જેને 70 દાયકાથી લઈને 2000ના દાયકા સુધી સિનેમા પ્રેમીઓના મનમાં પોતાની જગ્યા બનાવી રાખી હતી

ચંદન ટૉકીઝ ફક્ત એક જ થિયેટર નહોતું, પણ મુંબઈગરાંઓ માટે એક ઇમોશન હતું. આ જગ્યા, જ્યાં ટિકિટની લાંબી લાઈનો, મિત્રો સાથે મસ્તી અને મસાલેદાર સમોસાનો સ્વાદ માણતાં બ્લૉકબસ્ટર ફિલ્મોનો આનંદ માણવામાં આવતો હતો

રાજેશ ખન્નાથી માંડીને સલમાન ખાન સુધીની ફિલ્મોએ અહીં લોકોને આવવા માટે પ્રેર્યા છે. માટિની શૉમાં સીટ ન મળવાનો આક્રોશ અને બાલકનીની સીટ મળવાનો એ ગર્વ આ બધું જ ચંદન ટૉકીઝ સાથે જોડાયેલું છે

2017માં આર્થિક દબાણ અને મલ્ટીપ્લેક્સના વધતા ક્રેઝને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. પાંચ વર્ષ સુધી ખાલી પડેલું આ થિયેટર આજે ઇતિહાસ બની ગયું. ધૂળ અને કાટમાળના ઢગલા વચ્ચે ચંદન ટૉકીઝની આ યાદો ત્યાં હાજર દરેક શખ્સની આંખોમાં છલકાઈ રહી હતી

સ્થાનિક નિવાસી અને સિનેમા પ્રેમીઓએ આજે પણ આ થિયેટરને નૉસ્ટાલ્જિયા તરીકે યાદ કરે છે. "અહીં માત્ર એક થિયેટર નહીં, પણ યંગસ્ટર લાઈફનો એક ભાગ હતો" જૂહુના એક રહેવાસીએ કહ્યું

જમીનદોસ્ત કરવામાં આવેલા આ સિનેમાહૉલની જગ્યાએ હવે એક ભવ્ય કમર્શિયલ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે, પણ સિંગલ સ્ક્રીન થિયેટરનું જે આકર્ષણ હતું અને જે પ્રેમ હતો તેના પ્રત્યે તે હવે ક્યારેય ફરી જોવા નહીં મળે.

(12:55 AM IST)