News of Friday, 10th January 2025
મ્યાનમાર સેનાએ દેશના જ ગામ પર કર્યો હવાઇ હુમલો : ૪૦ લોકોના મૃત્યુ
હવાઇ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને રાખ થઇ ગયા હતા

રંગુન તા. ૧૦ : મ્યાનમારમાં સેના દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સેના દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. સશષા લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત એક ગામ પર સેનાના હવાઈ હુમલામાં ૪૦ લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે. આ ઘટનામાં લગભગ ૨૦ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા હતા.
મળતી વિગતો અનુસાર આ હુમલો બુધવારે રામરી ટાપુ પર કયોક ની માવ ગામમાં થયો હતો, જે પヘમિ રખાઇન રાજયમાં વંશીય લઘુમતી અરાકાન આર્મી દ્વારા નિયંત્રિત વિસ્તાર છે. જોકે સેનાએ આ વિસ્તારમાં કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા લગભગ ખોરવાઈ ગઈ હોવાથી ગામની પરિસ્થિતિની પુષ્ટિ થઈ શકી નથી.
ફેબ્રુઆરી ૨૦૨૧માં આંગ સાન સુ ચીની ચૂંટાયેલી સરકારના બળવા પછી મ્યાનમાર હિંસાનો સામનો કરી રહ્યું છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સેના દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યા બાદ લશ્કરી શાસનના ઘણા વિરોધીઓએ શષાો ઉપાડ્યા હતા. જેના લીધે દેશના મોટાભાગના ભાગોમાં સૈન્ય અને વિરોધીઓ વચ્ચે અથડામણો ચાલુ છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
