તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 10th January 2025
કેસર કેરીનાં શોખિનો આનંદોઃ સસ્તી-સારી કેરી ખાવા મળશે
શિયાળો અનુラકૂળ રહેતા બમ્પર ઉત્પાદન થવાની વકી ગત વર્ષ કરતાં ૪૦% વધુ પાક ઉતરવાની સંભાવનાઃ ખેડૂતોને જલ્સો પડી જશે

નવી દિલ્હી, તા.૧૦: આ વખતે સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું મોજુફરી વળતા કેસર કેરીના બમ્પર પાકનાં સંજોગો ઉજળા થયા છે. કેસર કેરીના શોખિનો માટે સારા સમાચાર ગણી શકાય, જે રીતે ઠંડી પડી છે અને જેરીતે સાનુラકૂળ સંજોગો ઉદભવી રહયા છે, અને જે રીતે આંબા ઉપર ફૂલ આવ્યા છે તે જોતા કેરી પકવતા જુનાગઢ ગીર અને અમરેલી જીલ્લામાં સારી ગુણવતા વાળી કેસર કેરીનો મબલક પાક ઉતરશે એ નક્કી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચના અંતે કે એપ્રિલના પ્રરંભે કેરી ખાવા મળશે. સૂત્રો ઉમેરે છે કે આંબા પર ગયા વર્ષ કરતાં ૬૦% વધુ મોર આવ્યા છે તે જોતા ગયા વર્ષ કરતાં ૪૦% વધુ ઉત્પાદન થશે.
ગીરની કેરી કેસરસમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામી છે. ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે. જેના પર મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હાલનું વાતાવરણ આંબામાં મોર આવવા માટે ખૂબ જ લાભદાયક છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે. આ મામલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન ડો. ડી કે વરુએ માહિતી આપી હતી. જેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.
ખેડૂતોએ શું ધ્યાન રાખવું? ખેડૂતોને આંબામાં ધ્યાન રાખવા માટે કૃષિ વિશેષજ્ઞ અને બાગાયત વિભાગના ડીન ડો. ડી કે વરુએ માહિતી આપી હતી કે આંબામાં કોઈ બીન જરૂરી પાણીની જરૂર ન હોય તો ન આપવું કારણ કે વધારે પડતું પાણી આપવાથી પણ આંબામાં નુકસાની થઈ શકે છે અત્યારે આંબામાં પાણી આપવાની કોઈ જરૂર નથી. જો ખૂબ ડ્રેનેજ વિસ્તાર હોય અને પાણીનો નિતાર ખુબ સારો હોય અથવા આંબામાં લાંઘો દેખાતો હોય તો એક હળવું પાણી આપવું. આ પ્રક્રિયાને ધક્કાનું પાણી કહી શકાય.
જીવાતનો કોઈ પ્રશ્ન સર્જાય તો આ પગલા લોઃ આ સિવાય રોગ જીવાતનો કોઈ પ્રશ્ન સર્જાય તો તાત્કાલિક તે અંગે પગલા ભરવા જરૂરી છે. હાલના સમયમાં કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળતો નથી છતાં પણ અમુક જગ્યાએથી મધીયાનો રોગની ફરિયાદ ઉઠી રહી છે. જો આ પ્રકારનો રોગ જોવા મળે તો તાત્કાલિક ઇમિડાનો ૧૦ લીટર પાણીમાં ૭ ml નો સ્પ્રે કરવો. ઘણી જગ્યાએ એવું છે કે અત્યારે હાલમાં મધીયો રોગ દેખાઈ રહ્યો નથી પરંતુ જયારે તાપમાન વધશે ત્યારે આ રોગ જોવા મળશે અત્યારે હાલમાં આંબાનું થડ ચેક કરવું તેની તિરાડો જોવી તેમાં જો આ મધ્યાનો રોગ જોવા મળે તો આંબાનું આખું થડ પલાળી દેવું તેનાથી મધીયો કંટ્રોલ થઈ જશે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા , ભેંસાણ, સાસણ,તાલાળા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બગીચાધારકોનું કહેવું છે કે, દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે, એક જ ડાળીમાં પાંચ પાંચ મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવી જતા તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતા ૩૦ થી ૩૫% જેટલું વધારે રહેશે તેવી આશા છે. આમ આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળે તેવી સંભાવના હાલતો દેખાઈ રહી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
