News of Friday, 10th January 2025
10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી ?:ફરી એક વખત ફ્રીમાં અપડેટ કરવાની તારીખ લંબાવાઈ
જાણો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની નવી અંતિમ તારીખ અને આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની પ્રોસેસ.

નવી દિલ્હી :યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા ફરી એક વખત આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ લંબાવી દીધી છે. જે લોકોએ પણ અત્યાર સુધીમાં તેમનું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તેઓને આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની નવી અંતિમ તારીખ અને આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની પ્રોસેસ.
UIDAI દ્વારા ફ્રીમાં આધાર અપડેટ કરવા માટેની સમયમર્યાદા 14 જૂન, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. આ સુવિધા myAadhaar પોર્ટલ પર ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ ઉપલબ્ધ થશે. જો કે,ઓફલાઈન આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે.
સરકાર દ્વારા નકલી આધાર કાર્ડના કેસોને રોકવા માટે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવાની ભલામણ કરવામાં આવી છે. આધાર એક યૂનિક ઓળખ નંબર છે, જે વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન સાથે જોડાયેલ છે.
આ રીતે ઓનલાઈન અપડેટ કરો આધાર કાર્ડ
સૌ પ્રથમ myAadhaar પોર્ટલ પર જાઓ.લોગઇન કર્યા પછી, નામ, લિંગ, જન્મ તારીખ અને સરનામું જેવી તમારી માહિતી ચકાસો.સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.Update Aadhaar Online ઓપ્શન પર ક્લિક કરો.માહિતી સબમિટ કર્યા પછી, તમને એક સર્વિસ સિલેક્ટ નંબર (SRN) મળશે .સમયમર્યાદા પહેલાં આધાર કાર્ડ અપડેટ કરો. 14 જૂન, 2025 પહેલાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા ફ્રી રહેશે.સમયમર્યાદા પછી આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
