<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

આ ઘર છે, કોઈ રેસ્ટોરેન્ટ નથી.': મુકેશ અંબાણીના બંગલા બહાર વિદેશી મહેમાનો સાથે સિક્યુરિટી ગાર્ડની તોછડાઈ : જુઓ વિડિઓ

વિદેશી મહેમાનોએ કહ્યું - અમે લગ્નમાં અંબાણીને મળ્યા હતા અને અમે સારા મિત્રો છીએ : સિક્યોરીટી ગાર્ડ અને વિદેશી મહેમાન વચ્ચે થયેલી રકઝક ચર્ચાનો વિષય બન્યો

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પોતાની મહેનત અને લગનથી એમનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. મુકેશ અંબાણી તેમની અને તેમના પરિવારની સુરક્ષા પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે તે જાણીને ચોક્કસ નવાઇ લાગશે. સાથે તેમના ઘરની સિક્યોરીટી પણ એટલી જ મજબૂત છે. 

 તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતો એક વીડિયો જેમાં અંબાણી પરિવારના ઘરની સુરક્ષા કરનાર સિક્યોરીટી ગાર્ડ એક વિદેશી મહેમાન સાથે રકઝક કરી રહ્યો છે, લોકો તેને મહેમાનનું અપમાન કર્યું હોય તેવી નજરે જોઈ રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિદેશી મહેમાન સિક્યોરીટી ગાર્ડને કહી રહ્યા છે કે, 'અમે લગ્નમાં અંબાણીને મળ્યા હતા અને અમે સારા મિત્રો છીએ, અમને કહેલું હતું કે તેમનું પ્લેસ્ટેશન અમે ગમે ત્યારે રમી શકીએ છીએ.'  

આની સામે સિક્યોરીટી ગાર્ડ વળતા જવાબમાં તે મહેમાને કહે છે કે, 'તમારી પાસે કોઈ મેસેજ, મેઈલ અથવા કોઈ પુરાવો છે કે તેમને એવું કહ્યું છે, તે વિદેશ ગયા છે, તમે અંદર નહીં જઈ શકો.' આ બાદ લાંબી રકઝક ચાલે છે, ત્યારબાદ મહેમાન કહે છે કે, 'અમે અંદર રહ્યા જોઈએ, તો ગાર્ડ તેમને ખૂબ જ ખરાબ વ્યવહાર સાથે કહે છે કે, 'આ ઘર છે, કોઈ રેસ્ટોરેન્ટ નથી.'

વાયરલ થયા બાદ લોકોએ આ વીડિયો પર ખૂબ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી , જેમાં લોકોને સિક્યોરીટી ગાર્ડનું આ વર્તન પસંદ નથી આવ્યું તેવી ટપ્પણી કરી છે. જો કે તમને જણાવી દઈએ કે બિઝનેસમેન મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરીટી મળેલી છે જેનો મહિને 20 લાખ ખર્ચો આવે છે. આ ખર્ચો અંબાણી પોતે ઉઠાવે છે. Z + સિક્યોરીટી હોવાને કારણે તેની સુરક્ષામાં એક સમયે 55 સુરક્ષાકર્મી તૈનાત હોય છે. તેમાંથી 10 NSG અને SPG કમાન્ડોની સાથે અન્ય પોલીસકર્મી હોય છે.

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પણ વાય પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. હથિયારો સાથે 10 CRPF કમાન્ડો નીતાની સુરક્ષામાં ઉપલબ્ધ હોય છે. નીતા દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો તેની સાથે જાય છે

(1:13 PM IST)