News of Friday, 10th January 2025
iPhone 16 બાદ હવે iPhone 17 પર પણ આ દેશમાં પ્રતિબંધ લાગી શકે: જાણો તેની પાછળ શું છે કારણ
iPhone 16 પછી, ઇન્ડોનેશિયા આગામી iPhone 17 પર પણ પ્રતિબંધ મૂકી શકે:એપલ સ્થાનિક ઉત્પાદન પર ભાર આપી રહી છે. જો આમ નહીં થાય તો ફોન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે

iPhone 16 પછી, ઇન્ડોનેશિયા આગામી iPhone 17 પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. એપલ સ્થાનિક ઉત્પાદન પર ભાર આપી રહી છે. જો આમ નહીં થાય તો ફોન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ પહેલા પણ આ દેશમાં iPhone 16 પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કંપનીએ ઈન્ડોનેશિયામાં એરટેગ પ્લાન્ટ માટે $1 બિલિયનનું રોકાણ કરવાની પણ દરખાસ્ત કરી હતી. વાસ્તવમાં, ઈન્ડોનેશિયામાં સ્માર્ટફોન વેચવા માટે, 40% સ્માર્ટફોન પાર્ટ્સ દેશમાં જ બનાવા અથવા આયાત કરવા જોઈએ
ઈન્ડોનેશિયાના ઈન્ડસ્ટ્રી મિનિસ્ટરે કહ્યું, 'જો એપલ આઈફોન 16 વેચવા ઈચ્છે છે અને જો તેઓ આઈફોન 17 લોન્ચ કરવા ઈચ્છે છે, તો નિર્ણય સંપૂર્ણપણે તેમના પર છે.' તેણે આઇફોન 17 પર પ્રતિબંધ મૂકવાનો પણ સંકેત આપ્યો છે.
તેમણે કહ્યું કે નવા નિયમો અનુસાર માત્ર ફોનના પાર્ટ્સનું જ ઉત્પાદન જરૂરી રહેશે. તમને જણાવી દઈએ કે એપલ માટે ઈન્ડોનેશિયા એક મહત્વપૂર્ણ બજાર છે, કારણ કે અહીં કરોડો મોબાઈલ યુઝર્સ છે. Appleએ ઈન્ડોનેશિયામાં તેની રોકાણ યોજના પ્રારંભિક $10 મિલિયનથી વધારીને $1 બિલિયન કરી છે.
જો કે, આ હોવા છતાં, ઇન્ડોનેશિયાએ હજુ સુધી iPhone 16 પરનો પ્રતિબંધ હટાવ્યો નથી. આ નિયમ ગયા વર્ષે ઓક્ટોબરમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેની અસર Appleના iPhone 16 અને Google Pixel ફોન પર પડી છે. એપલ ઈન્ડોનેશિયામાં ચાર ડેવલપર્સ એકેડમી ચલાવી રહી છે, પરંતુ હજુ સુધી અહીં ઉત્પાદન સુવિધાઓ શરૂ થઈ નથી.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
