News of Friday, 10th January 2025
GST લાગુ થયાના વર્ષની સાથે રિટર્નની સંખ્યા પણ વધી
જુલાઇ ૨૦૧૭માં જીએસટીનો કાયદો લાગુ થયા બાદ વેપારી બે જ રિટર્ન ફાઇલ કરતા હતા સાત વર્ષ પૂરા થયા બાદ હાલમાં વેપારીએ સાત રિટર્ન ફાઇલ કરવાની નોબત

મુંબઇ, તા.૧૦: ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ જીએસટીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે વેપારીએ ફક્ત બે જ રિટર્ન ભરવાના હતા. જ્યારે આજે જીએસટી લાગુ થયાને સાત વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. ત્યારે વેપારીએ સાત રિટર્ન ફાઇલ કરવાની નોબત આવીને ઊભી છે. તે ઉપરાંત વર્ષના અંતે વાર્ષિક રિટર્ન તો ભરવાના જ રહેશે. જેથી જીએસટીમાં જેમ જેમ વર્ષમાં વધારો થયો તેમ તેમ વેપારીઓ ભરવાના રિટર્નની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
જીએસટી લાગુ થયા બાદ એકાદ બે વર્ષ સુધી તો સૌથી વધુ બોગસ બિલિંગના કેસ બહાર આવ્યા હતા. તેના લીધે સરકારે કરોડો રૂપિયાનું નુકસાન દર મહિને વેઠવું પડતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે જીએસટી રિટર્નમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા. સાથે સાથે નવો જીએસટી નંબર આપતી વખતે પણ ફરજિયાત સાત વર્ષ પૂરા થયા બાદ હાલમાં વેપારીએ સાત રિટર્ન ફાઈલ કરવાની નોબત બાયોમેટ્રીક ઓથેન્ટિફિકેશનની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખવામાં આવે તો બોગસ બિલિંગના કેસમાં ઘટાડો ચોક્કસપણે થયો છે. પરંતુ બંધ નથી જ થયો. તેના કારણે જ હાલમાં જીએસટી વિભાગે આઈએમએસ (ઈનવોઈ સ મેનેજમેન્ટ સિસ્ટમ) લાગુ કરવામાં આવી છે.
તેમાં વેપારીએ પોતાના બિલ જોઈને મંજૂરી આપવાની અને પોતાના ના હોય તો રદ કરી દેવાના હોય છે. જોકે આ તમામ પ્રયાસોને કારણે જીએસટી વિભાગ બોગસ બિલિંગના કેસ ઘટાડી શકી પરંતુ તેના લીધે વેપારીઓની તકલીફમાં વધારો થઇ ગયો છે, કારણ કે જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે સરળીકરણની વાત કરવામાં આવી હતી. તેના બદલે હાલની સ્થિતિ અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યું છે, કારણ કે પહેલા બે જ રિટર્ન ભરવાના હતા. જયારે હવેથી સાત રિટર્ન ભરવાની સ્થિતિ ઊભી થઈ છે.
વેપારીએ ભરવાના રિટર્ન
* પહેલા જીએસટીઆર ૧ અને જીએસટીઆર ૩બી
* હવે જીએસટીઆર ૧. જીએસટીઆર ૧એ. આઇએફએફ, જીએસટીઆર ૩બી, જીએસટીઆર રએ, જીએસટીઆર રબી અને આઇએમએસ
રિટર્નની સંખ્યા વધવાના લીધે આર્થિક ભારણ વધ્યું
પહેલા બે જ રિટર્ન ફાઈલ કરવાના હોવાથી ટેક્સ કન્સલ્ટન્ટ. સીએ સહિતના લોકો વાર્ષિક ચાર્જ ઓછો લેતા હતા. જ્યારે હાલમાં સાત રિટર્ન ભરવાના હોવાના લીધે તેમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. જોકે રિટર્ન વધવાની સાથે વેપારીઓની સાથે સાથે ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએની પણ કામગીરીમાં વધારો થયો છે. તેના લીધે વેપારીઓએ વેપારની સાથે રિટર્ન ભરવાની પણ એટલી જ ચિંતા સતાવી રહી છે, કારણ કે જો રિટર્ન ભરવામાં મોડું થાય તો દંડ તો ભરવો જ પડે છે. સાથે સાથે કેટલાક કિસ્સામાં રિટર્ન પણ ફાઇલ થતું નથી.(
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
