<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

બીજેપીએ દરેક મતદારોને આપ્‍યા ૧૦-૧૦ હજાર પરંતુ નેતાઓએ ૯ હજાર પોતાના ખિસ્‍સામાં રાખી ૧૦૦૦ રૂપિયા જ આપ્‍યા

આપના સંજય સિંહે બોજેપી પર લગાવ્‍યા ગંભીર આરોપ

નવી દિલ્‍હી, તા.૧૦: દિલ્‍હીમાં વિધાનસભા ચૂંટણી વચ્‍ચે આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્‍ચે આરોપ-પ્રત્‍યારોપ તેજ થઈ રહયા છે. ‘આપ' એ આરોપ લગાવ્‍યો છે કે, ભાજપ તરફથી દરેક મતદાતાઓને ૧૦-૧૦ હજાર રૂપિયા મોકલવામાં આવ્‍યા હતા, પરંતુ તેમના નેતાઓએ ૯ હજાર રૂપિયા પોતાના ખિસ્‍સામાં રાખી ૧૦૦૦ રૂપિયા જ મતદાતાઓને આપ્‍યા. આપના રાજ્‍યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્‍હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે આ પ્રકારના દાવા કર્યા હતા.

સંજય સિંહે પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને ભાજપને વારંવાર ગાલી-ગલૌચ પાર્ટીનું નામ આપતા કહયું, ગાલી-ગલૌચ પાર્ટીના અમુક નેતાઓ દ્વારા દિલ્‍હીમાં ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા મત ખરીદવા માટે વહેંચવામાં આવ્‍યા છે. આખી દિલ્‍હીમાં આ વાતની ચર્ચા છે. ખુલ્લેઆમ મત ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. અમે વાતની હકીકત વિશે ચર્ચા પણ કરી છે. સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે હજુ ગંભીર છે.
 

(3:55 PM IST)