<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ભોપાલમાં બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર: 6 બાળકો ગંભીર હાલતમાં

મધ્યપ્રદેશના ભોપાલમાં ભોરી બાયપાસ નજીક બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો. બે વાહનોની ટક્કર બાદ બૂમો અને ચીસો પડી. આ અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ, આ બધા વિદ્યાર્થીઓ IISER ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની મુલાકાત લેવા જઈ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ૧૦૮ ની લગભગ ૯ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટનો માહોલ છે.

 

(6:43 PM IST)