તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
સસરાને વહુ ગમી ગઈ, દીકરા પહેલા પિતાએ સુહાગરાત મનાવી લીધી
યુવકના સપના પર પાણી ફરી વળ્યા ..પિતાની આ હરકતથી દુઃખી થઈને દીકરાએ સંન્યાસી જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો

નાસિક, તા.૧૧: ઘરમાં શરણાઈ વાગવાની હતી. દીકરાના લગ્ન નક્કી થઈ ગયા હતા. છોકરાના પિતા ખુશ હતા, કેમ કે છોકરાની મા નહોતી અને બંનેનું ધ્યાન રાખવા માટે ઘરમાં કોઈ મહિલા નહોતી. છોકરા-છોકરી બંનેના ઘરમાં લગ્નની તૈયારીઓ હતી. પણ એક એવી ઘટના ઘટી કે દીકરાની જિંદગી ખુદ પિતાએ તબાહ કરી નાખી. ઘટના મહારાષ્ટ્રના નાસિકની છે. આ ઘટના સામે આવ્યા બાદ નાસિક સિડકો વિસ્તારમાં કેટલાય પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
હકીકતમાં જોઈએ તો, અહીં એક છોકરી સાથે સુખી જીવનનું સપનું જોયું. લગ્નથી ઠીક થોડા દિવસ પહેલા છોકરી ઘરમાં છોકરાની સાવકી મા બનીને આવી ગઈ. યુવક માનસિક રીતે આઘાતમાં હતો. યુવકના પિતાએ ભાગીને પોતાની થનારી વહુ સાથે લગ્ન કરી લીધા અને છોકરાની સાવકી મા બનીને ઘરે આવી. પિતાની આ હરકતથી દુઃખી થઈને દીકરાએ સંન્યાસી જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો.
પીડિત અને તેના પિતા નાસિકના સિડકો વિસ્તારમાં રહે છે. યુવકને મા નહોતી. એટલા માટે બંને એક સાથે રહેતા હતા. થોડા દિવસ પહેલા પીડિતના પિતાએ પોતાના દીકરા માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું. છોકરા માટે છોકરી જોવાનું ચાલુ થઈ ગયું. છોકરો અને છોકરી એક બીજાને ગમ્યા. નક્કી થયું કે બંનેના લગ્ન કરી દઈએ. બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ.
પણ યુવકની ખુશહાલ દુનિયામાં પિતા જ ખલનાયક નીકળ્યા. એક તરફ જ્યાં પોતાના દીકરાના લગ્નની તૈયારી કરી રહ્યા હતા, તો વળી બીજી તરફ પોતાની થનારી વહુ સાથે પ્રેમ થઈ ગયો. કેમ કે તેમને પત્ની નહોતી, એટલા માટે તેમના દિલમાં પ્રેમના અંકુર ફૂટવા લાગ્યા. છોકરાના પિતાને છોકરી પ્રત્યે આકર્ષણ વધવા લાગ્યું. છોકરી પોતાના થનારા પતિના પિતા એટલે કે સસરા પર ફિદા હતી. જ્યારે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા તો પિતાએ વહુનું અપહરણ કરી લીધું અને તેની સાથે લગ્ન કરી ઘરે લઈ આવ્યા.
આ બધું જોઈ યુવક માનસિક રીતે આઘાતમાં જતો રહયો. પોતાના પિતા ભાગી ગયા બાદ યુવક એક સાધુ તરીકે રહેવાનો નિર્ણય કરે છે અને એ છોકરી સાથે લગ્ન કરે છે, જેની સાથે તેણે જીવનના સપના જોયા હતા. તે હાલમાં પોતાના પિતાથી અલગ રહે છે, પણ તેણે માતા-પિતા સાથે સંબંધ તોડી નાખ્યો છે. હાલમાં નાસિકની આ ઘટના ખૂબ જ ચર્ચામાં છે.(૨૩.૩)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
