<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

રિઝર્વ બેન્‍ક હવે નવી સહકારી બેન્‍કો શરૂ કરવા માટે લાઈસન્‍સ આપશે

ખેડૂતોને ધિરાણ સરળતાથી મળે તે માટે સહકારી બેન્‍કોનું નેટવર્ક વધારશે મલ્‍ટી સ્‍ટેટ કોઓપરેટિવ સોસાયટીઓને પણ સહકારી બેન્‍કમાં રૂપાંતરિત કરી દેવાનું આયોજન કરાયું

મુંબઇ, તા.૧૧: કેન્‍દ્ર સરકાર ઈચ્‍છે છે કે દેશના દરેક શહેર અને ગામડાંઓમાં સહકારી બેન્‍કોની સંખ્‍યામાં વધારો થાય, ત્‍યારે બીજીતરફ રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ છેલ્લા વીસ વરસથી સહકારી બેન્‍કની સ્‍થાપના કરવા માટે લાયસન્‍સ આપવાનું અટકાવી જ દીધું છે. માધુપુરા મર્કન્‍ટાઈલ કોઓપરેટીવ બેન્‍કમાં કેતન પારેખના માધ્‍યમથી ફ્રોડ થયા બાદ ગુજરાતની ૭૦થી ૮૦ જેટલી સહકારી બેન્‍કો ફડચામાં ગઈ હોવાથી રિઝર્વ બેન્‍કે સહકારી બેન્‍ક ચાલુ કરવા માટે નવા લાયસન્‍સ આપવાનું જ બંધ કરી દીધું છે. આ સ્‍થિતિમાં હવે ગમે ત્‍યારે નવી સહકારી બેન્‍કની સ્‍થાપના કરવા માટેના લાયસન્‍સ આપવાનું ચાલુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

૧૯૯૩થી ૨૦૦૧ સુધીના આઠ વર્ષના ગાળામાં રિઝર્વ બેન્‍ક સહકારી બેન્‍કો ચાલુ કરવા માટે ૮૨૩ લાઈસન્‍સ ઈશ્‍યૂ કર્યા હતા. પરંતુ આ બેન્‍કોનું સંચાલન વ્‍યવસ્‍થિત ન થતાં તેમાંથી અંદાજે ૩૫ ટકા બેન્‍કોની આર્થિક હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તેથી જ કદાચ રિઝર્વ બેન્‍કે નવી સહકારી બેન્‍કો ચાલુ કરવા માટે લાયસન્‍સ આપવાનું બંધ કરી દીધું હતું.

રિઝર્વ બેન્‍કે તાજેતરમાં જ બહાર પાડેલા ટ્રેન્‍ડ એન્‍ડ પ્રોગ્રેસ ઓફ બેન્‍કિંગ ઇન ઇન્‍ડિયા અંગેના અહેવાલમાં જણાવ્‍યું છે. પરિણામે છેલ્લા વીસ વર્ષમાં સહકારી બેન્‍કોની સંખ્‍યા ૧૯૨૮થી ઘટીને ૧૪૭૨ પર આવી ગઈ છે.

દરમિયાન નાના અને મધ્‍યમ કદના ઉદ્યોગોને નાના અને મોટા શહેરોની  સહકારી બેન્‍કના માધ્‍યમથી ધિરાણે મળે તેવી વ્‍યવસ્‍થા ઊભી કરવાની નેમ છે. દરેકના હાઉસિંગ અને એજ્‍યુકેશન લોન સરળતાથી અને નિશ્‍ચિતપણે મળી જાય તેવી વ્‍યવસ્‍થા ઊભી કરવા માગે છે. આ જ રીતે કળષિ અને કળષિ સંલગ્ન પ્રવળત્તિઓ માટે પણ સરળતાથી ધિરાણ મળી જાય તેવી વ્‍યવસ્‍થા ઊભી કરવા માગે છે.

રિઝર્વ બેન્‍ક હવે માત્ર એક શહેર કે વિસ્‍તારમાં ઓપરેટ કરતી સહકારી બેન્‍કોને બદલે એક કરતાં વધુ રાજ્‍યોમાં સક્રિય બનીને કામ કરે તેવી સહકારી બેન્‍કોની સંખ્‍યામાં વધારો થાય તે માટેના પ્રયાસ કરી રહી છે

(11:29 AM IST)