તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
જમ્મુ-કાશ્મીરમાં વરસાદની ભારે ઘટ નોંધાઇઃ છેલ્લા પ૦ વર્ષનો રેકોર્ડ તુટયો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા.૧૧: છેલ્લા પ વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં અભુતપુર્વ રૂપથી વરસાદ ઓછો પડયો છે અને ર૦ર૪નું વર્ષ છેલ્લા પ૦ વર્ષમાં સૌથી ઓછા વરસાદનું વર્ષ તરીકે રેકોર્ડ બનાવ્યો હતો. ખાનગી વેધર એનાલીસ્ટ આરીફ કેંગ અનુસાર ર૦ર૪માં પાંચ દાયકાઓમાં સૌથી ઓછો વરસાદ થયેલ. તે ૧૯૭૪ની તુલનામાં ૮૦ર.પ મીમી છેલ્લા લઘુતમ વરસાદી આંકડાની નજીક પહોંચી ગયેલ. જે છેલ્લા પ૦ વર્ષમાં સૌથી વધુ ઓછો હતો.
તેમના મુજબ મે થી ફરી ઘટ શરૂ થયેલ. મે માં ૬૭ ટકા, જુનમાં ૩૮ ટકા, જુલાઇમાં ૩૬ ટકા, અને ઓગષ્ટમાં ર ટકાનો ઘટાડો રહેલ. વર્ષના અંતમાં સ્થિતી વધુ ખરાબ થયેલ. સપ્ટેમ્બરમાં ૪ર ટકા, ઓકટોબરમાં ૭૪ ટકા, નવેમ્બરમાં ૬૯ ટકા તથા ડીસેમ્બરમાં પ૮ ટકા ઓછો વરસાદ નોંધાયેલ. આ ઓછા વરસાદની અસર ખેતી, જળવિદ્યુત અને પીવાના પાણીની ઉપલબ્ધતાના રૂપમાં પહેલાથી જ દેખાઇ રહી છે. જેથી તંત્ર અને સ્થાનીકોની ચિંતામાં વધારો થયો છે. કાશ્મીરનું જીવન ઝેલમ નદી હાલ તેના સૌથા ઓછા જળસ્તર સાથે વહી રહી છે. જેથી અહીં જળવાયું પરિવર્તનના પ્રભાવ માટે ચિંતા વધી ગઇ છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
