<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ઠંડીમાં તબિયત સાચવજો : નરેન્‍દ્રભાઇએ ભાજપ હેડક્‍વાટરે પત્રકાર મિત્રોના હાલચાલ પૂછયા

દિલ્‍હી : ભાજપની ચૂંટણી પ્‍લાનિંગ બેઠકને કવર કરવા બીજેપી ઓફિસ પહોંચેલા પત્રકારોને કારથી ઉતરીને વડાપ્રધાન શ્રી  મોદીએ ઠંડીથી બચવાની સલાહ આપી. આ સાથે જ નરેન્‍દ્રભાઇએ નવા વર્ષને લઈને લોહરી અને મકર સંક્રાંતિની શુભકામના આપી છે. દિલ્‍હી સહિત આખા પૂર્વ ભારતમાં ઠંડીના કહેર ચાલુ છે. એવામાં રિપોર્ટરો ગ્રાઉન્‍ડ રિપોર્ટમાં લાગ્‍યા છે. 

નરેન્‍દ્રભાઇ આવ્‍યા ત્‍યારે આ એક બાજુ જ્‍યાં બીજેપી અધ્‍યક્ષ જેપી નડ્ડાથી લઈને બીજેપી નેતાઓ ઊભા હતા. તો બીજી બાજુ કવરેજ માટે પત્રકારો પોતાના માઇક અને કેમેરા સાથે ઊભા હતા. શ્રી મોદી  પોતાની કારથી ઉતર્યા અને બીજેપી ઓફિસની સીડી ચડવાની જગ્‍યાએ પત્રકારો તરફ આવી ગયા હતા. અને મીડિયા રિપોર્ટર્સ અને કેમેરામેન પાસે જઈને  બધાને નવા વર્ષ, લોહરી અને મકર સંક્રાંતિની શુભકામનાઓ આપી. આ બાદ તેમણે પત્રકારોને કહ્યું કે ઠંડી વધારે છે. બધાએ ઠંડીથી સાચવીને રહેવું અને ખાસ તો પોતાના માથાને ઢાંકીને રાખજો..

(4:34 PM IST)