News of Saturday, 11th January 2025
કન્નૌજ રેલ્વે સ્ટેશન પર વેઇટિંગ હોલ તૂટી પડ્યો: ૬ ગંભીર: સંખ્યાબંધ લોકો કાટમાળમાં ફસાયા ૨૫ને બચાવી લેવાયા : જુઓ વિડીયો

આજે શનિવારે કન્નૌજ રેલ્વે સ્ટેશન પર આંશિક રીતે બનેલો વેઇટિંગ હોલ તૂટી પડ્યો હતો, સંખ્યાબંધ બાંધકામ કામદારો અને રેલ્વે કર્મચારીઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઓછામાં ઓછા છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કન્નૌજ રેલ્વે સ્ટેશન પર બે માળની ઈમારત નિર્માણાધીન હતી, જેનું અમૃત ભારત યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે બિલ્ડિંગના વેઇટિંગ હોલનો એક સ્લેબ અચાનક તૂટી પદેલ. એવું માનવામાં આવે છે કે લગભગ ૪૦ લોકો સ્થળ પર હાજર હતા, જેમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
