તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 11th January 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર: જાણો કોને મળી ટિકિટ
કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી, પ્રિયંકા ગૌતમને કોંડલીથી મેદાનમાં ઉતારાયા : મદન લાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાને મોતી નગરથી ટિકિટ મળી છે.

નવી દિલ્હી : દિલ્હી ચૂંટણી 2025 માટે ભાજપે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી, પ્રિયંકા ગૌતમ (જે તાજેતરમાં AAPમાંથી ભાજપમાં જોડાયા છે) કોંડલીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 29 ઉમેદવારોના નામ છે
. ભાજપે કરવલ નગરથી કપિલ મિશ્રાને ટિકિટ આપી છે. ભાજપે પહેલેથી જ યાદી જાહેર કરી છે. ભાજપે કરવલ નગરથી કપિલ મિશ્રા, મોતી નગરથી હરીશ ખુરાના અને કોંડલીથી પ્રિયંકા ગૌતમને મેદાનમાં ઉતાર્યા છે
. પ્રિયંકા ગૌતમ તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ છે.
આ સાથે પાર્ટીએ શકુર બસ્તીથી કરનૈલ સિંહ, ઓખલાથી પ્રિયંકા ચૌધરીને અને ફરી એકવાર લક્ષ્મી નગરથી ધારાસભ્ય અભય વર્માને ટિકિટ આપી છે. આ સાથે નજફગઢથી નીલમ પહેલવાન, તિલક નગરથી શ્વેતા સૈની અને મતિયા મહેલથી દીપ્તિ ઈન્દોરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ કરવલ નગરના વર્તમાન ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને ટિકિટ આપી નથી. તેમની જગ્યાએ કપિલ મિશ્રાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મદન લાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાને મોતી નગરથી ટિકિટ મળી છે.

(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
