<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

મહારાષ્ટ્ર ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણની નિમણૂક

તેઓ મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીથી સતત ચોથી વખત ધારાસભ્ય બન્યા છે

મહારાષ્ટ્ર ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણની નિમણૂક કરવામાં આવી છે. રવિન્દ્ર ચવ્હાણને સીએમ દેવેન્દ્ર ફડણવીસના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીથી સતત ચોથી વખત ધારાસભ્ય બન્યા. રવિન્દ્ર ચવ્હાણ 76 હજારથી વધુ મતોથી ચૂંટણી જીત્યા. ૨૦૧૪-૨૦૧૯માં દેવેન્દ્ર ફડણવીસના ત્રીજા કેબિનેટ વિસ્તરણમાં, તેમને ૨૦૧૬માં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી એકનાથ શિંદે સરકારમાં, ભાજપે રવિન્દ્ર ચવ્હાણને જાહેર બાંધકામ મંત્રી બનાવાયા હતા.

(10:10 PM IST)