News of Sunday, 12th January 2025
લોસ એન્જલસમાં લાગેલી આગ હજુ બેકાબુ :દરિયાઈ પાણી નહીં વાપરવા જગત જમાદાર અમેરિકા લાચાર
પાણીના અભાવને કારણે ફાયર હાઈડ્રન્ટ સુકાઈ ગયા છે ત્યારે એક માઈલ દૂરના પેસિફિક મહાસાગરના પાણીનો ઉપયોગ કેમ નથી કરાતો એવા સોશિયલ મીડિયા પર સવાલ ઉઠ્યા

લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસમાં સાતમી જાન્યુઆરીથી લાગેલી આગ હજુ સુધી ઓલવી શકાય નથી. આગ સતત આગળ વધી રહી છે, જે હજારો હેક્ટર અને ઈમારતોને આગને લપેટમાં લઈ લીધી છે. આગને નિયંત્રણમાં લેવા તમામ પ્રયાસ ચાલુ છે ત્યારે દરિયાઈ પાણીના ઉપયોગ મુદ્દે સવાલ કરવામાં આવી રહ્યા છે. પાણીના અભાવને કારણે ફાયર હાઈડ્રન્ટ સુકાઈ ગયા છે ત્યારે એક માઈલ દૂરના પેસિફિક મહાસાગરના પાણીનો ઉપયોગ કેમ નથી કરાતો એવા સોશિયલ મીડિયા પર સવાલ કરવામાં આવી રહ્યા છે.
સૌથી પહેલો સવાલ કરવામાં આવ્યો છે કે જો દરિયાના પાણીથી આગ ઓલવી શકાય છે, પરંતુ એટલું સરળ નથી. સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો આગ ઓલવી શકાય છે, પણ તેના ક્ષારયુક્ત ઘટકો નુકસાન પહોંચાડી શકે છે, તેથી હાલમાં ઉપયોગ કરતા નથી. દરિયાના પાણીમાં કાટરોધક એટલે કોસ્ટિક હોય છે, તેથી તે મેટલના સાધનોને નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે ફાયર પંપ, વોટર ડમ્પિંગ પ્લેન વગેરે આવશ્યક સાધનોનો સમાવેશ થાય છે. ઉપરાંત, જમીનને બંજર કરી શકે છે. પાણીમાં ભળેલું મીઠું કાં તો જમીનમાં ભળી જાય અથવા અન્ય જળાશયોમાં વહી જવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં જમીનને ઉજ્જડ બનાવી શકે છે. અથવા જમીનની ખારાશમાં વધારો થઈ શકે છે.
અમેરિકાના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. 13 લોકો ગુમ છે. 5000થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગને કારણે અધિકારીઓએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. લોસ એન્જલસ એક કરતા અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પંદર ડિગ્રી જેટલા તાપમાનમાં પણ આગને નિયંત્રણમાં લાવી શકતા નથી.
આગને કારણે બધી શાળાઓ બંધ છે અને શહેરના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. લોસ એન્જલસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખતરનાક હવાથી બચાવવા માટે ગુરુવાર અને શુક્રવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. સુપરિન્ટેન્ડેન્ટ અલ્બર્ટો કાર્વાલ્હોએ કહ્યું હતું કે “શાળામાં જોખમ ખૂબ વધારે છે અને તે શ્વસનની બીમારી સામે લડી રહેલા બાળકો માટે ખતરનાક બની શકે છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
