<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

“અંતરરાષ્ટ્રીય રામાયણ અનુસંધાન પીઠ” નું ગઠન

અધ્યાત્મિક ગુરુ સાધ્વી પ્રજ્ઞા ભારતીને સંસ્થાપિકા તથા અધ્યક્ષનું દાયિત્વ સોંપાયું : સાત સભ્યોનું પ્રતિનિધિમંડળ તથા દિલ્હી પ્રદેશ સંયોજકની નિયુક્ત કરાયા

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રીરામ લલાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાની પહેલી વર્ષ ગાંઠ પર “અંતરરાષ્ટ્રીય રામાયણ અનુસંધાન પીઠ” નું ગઠન કરવામાં આવ્યું તેમાં અધ્યાત્મિક ગુરુ સાધ્વી પ્રજ્ઞા ભારતીને સંસ્થાપિકા તથા અધ્યક્ષનું દાયિત્વ સોંપવામાં આવ્યું. તેમાં સાત સભ્યોનું પ્રતિનિધિમંડળ તથા  દિલ્હી પ્રદેશ સંયોજકની નિયુક્ત પણ કરવામાં આવી હતી. આ માહિતી ભારતીય જનસંચાર સંસ્થાનની ભારતીય ભાષા પત્રકારિતા વિભાગના પૂર્વ પાઠ્યક્રમ નિર્દેશક તેમજ અંતરરાષ્ટ્રીય રામાયણ પીઠના પરામશૅદાતા પ્રો.(ડૉ.) રામજી લાલ જાંગિડે આપી હતી. પરામર્શદાતા મંડળમાં પ્રો.(ડૉ.) રામજીલાલ જાંગિડ, પ્રો.(ડૉ.) સુધિ રાજીવ, કુલપતિ, હરીદેવ જોશી પત્રકારિતા વિશ્વવિદ્યાલય (જયપુર), પ્રો.(ડૉ.) ઉમા ત્રિપાઠી, ભારતની પ્રથમ મહિલા લોકપાલ, મહાત્મા ગાંધી અંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલય વર્ધા (મહારાષ્ટ્ર) ડૉ. કમલ ટાવરી, વરિષ્ઠ આઈએએસ, પૂર્વ સચિવ પ્રો.(ડૉ.) કેજી સુરેશ, પૂર્વ કુલપતિ, માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા વિશ્વવિદ્યાલય ભોપાલ,  પ્રો.(ડૉ.) હીરાલાલ શર્મા, હિન્દી અને અંગ્રેજીના લેખક પ્રો.(ડૉ.) મંજુ ગુપ્તા (અમેરિકા), ડૉ. દયાનંદ વત્સ, સંયોજક દિલ્હી સામેલ છે.


 

(11:44 PM IST)