તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
૧૪ રાજ્યોમાં પુરુષો કરતાં મહિલા મતદારો આગળ
રાષ્ટ્રીય સ્તર પર કુલ મહિલા મતદારોની સંખ્યા હજુ પણ પુરુષ મતદારોથી ૨.૩૩ કરોડ ઓછી

નવીદિલ્હી: ભારતના ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહિલા મતદારોએ પુરુષોને પાછળ છોડી દીધા છે. આ જાણકારી અંતિમ મતદાર યાદીમાં સામે આવ્યું છે. ગયા વર્ષે જ્યારે ૧ જાન્યુઆરી- ૨૦૨૪મા આવા ૧૨ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, જ્યાં મહિલાઓની સંખ્યા પુરુષોથી વધુ હતી. જોકે રાષ્ટ્રીય સ્તર પર કુલ મહિલા મતદારોની સંખ્યા હજુ પણ પુરુષ મતદારોથી ૨.૩૩ કરોડ ઓછી છે. ભારતના કુલ ૯૯ કરોડથી વધુ મતદારોમાં ૫૦.૭ કરોડ પુરુષ અને ૪૮.૩ કરોડ મહિલા (૪૮.૮ ટકા) છે. રિપોર્ટ મુજબ આ વર્ષેની યાદીમાં આસામ, કર્ણાટક અને નાગાલેન્ડ નવા જોડાયા છે. આ છે ૧૪ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ :- આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, છત્તિસગઢ, તમિલનાડુ, ચંડીગઢ, કર્ણાટક, કેરલ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પોંડીચેરી અને તેલંગાના.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
