News of Monday, 13th January 2025
નિતિન ગડકરીનો “સ્માર્ટ વિલેજ” પ્રોજેક્ટ રૂ.૧૦ લાખમાં ઘર : વીજળી-પાણી મફત
ગડકરીએ સ્માર્ટ વિલેજનો કૉન્સેપ્ટ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો તેના આધારે સરકારે એક સરકારી જમીન સ્માર્ટ વિલેજ માટે ફાળવવા તૈયાર કરી

નાગપુર: નાગપુરમાં પ્રોપર્ટી એક્ઝિબિશનના ઉદઘાટન સમારોહમાં એફોડૅબલ હોમની આવશ્યકતા પર ભાર મુકતા તેઓએ કહ્યું કે દેશની ૯૯ ટકા વસ્તીને રૂ.૧૦ લાખથી વધુ કિંમતના ઘર પરવડી શકે તેમ નથી. તેથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું છે કે, ૧૦૦૦ ચોરસ ફૂટના ખુલ્લા પ્લોટમાં ૫૦૦ ફૂટના બાંધકામવાળું ઘર બાંધી “સ્માર્ટ વિલેજ” સ્થાપવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં રૂ.૧૦ લાખમાં મકાન મળશે અને વીજળી-પાણી આજીવન મફત હશે. આ પ્રોજેક્ટનું કામ હાલ આખરી તબક્કામાં છે.
ગડકરીએ સ્માર્ટ વિલેજનો કૉન્સેપ્ટ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો હતો, તેના આધારે સરકારે એક સરકારી જમીન સ્માર્ટ વિલેજ માટે ફાળવવા તૈયાર કરી હતી. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરીને રાજ્ય સરકાર સમક્ષ મૂક્યો છે. રાજ્યના સરકારના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રીના વિચારના આધારે આ પ્રોજેક્ટ (ઘર વિહોણા) માટે અમલી બનાવશે. ઘરવિહોણા લોકોને આવાસ આપવાની વર્તમાન યોજનાઓ પણ સૂચિત પ્રોજેક્ટમાં આવરી દેવાશે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આવાસ નિર્માણમાં વૈકલ્પિક સામગ્રીઓના ઉપયોગથી બાંધકામ ખર્ચમાં ઘટાડો શક્ય છે. આ માટે તેઓએ જબલપુર-નાગપુર હાઇવેના નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાયેલા જ્વલનશીપ પદાર્થનું ઉદાહરણ ટાંક્યું હતું.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
