તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 13th January 2025
નાસિકમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કરમાં ૮ લોકોના મોત

નાસિક, તા.૧૩: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં દ્વારકા સર્કલમાં એક ટેમ્પો અને ટ્રક વચ્ચે ટક્કર થતાં આઠ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહયું કે આ ઘટના સાંજે ૭.૩૦ વાગ્યે અયપ્પા મંદિર પાસે બની હતી.
તેમણે કહયું, ‘‘ટેમ્પોમાં ૧૬ મુસાફરો હતા, જેઓ અહીં સિડકો વિસ્તારમાં જઈ રહયા હતા. તે નિફાડમાં એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો. ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને પાછળથી લોખંડના સળિયા ભરેલા ટ્રકને ટક્કર મારી. આ અકસ્માતમાં કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે.''
તેમણે કહયું કે પોલીસ અને ફાયર જવાનોએ તાત્કાલિક ભીડવાળા વિસ્તારમાં રહેવાસીઓ અને રાહદારીઓ સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોની સારવાર જિલ્લા હોસ્પિટલ અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે.
પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મળત્યુઆંક વધવાની શકયતા છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
