તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ફોન ચોરાયાની ફરિયાદ કરવામાં બે દિવસ મોડા પડયા એમાં ૧.૦૫ લાખ રૂપિયાનો ફટકો પડયો
મુંબઈ વિલે પાર્લેના ગુજરાતી વેપારીના મોબાઇલની બેકિંગ એપ્લિકેશનમાંથી ચોરે પૈસા ઉપાડી લીધા

મુંબઈ, તા.૧૩: વિલે પાર્લેમાં તુલસીધામ સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષના જનક મેહતાલિયાનો મોબાઇલ ચોરીને તેમની બૅક્રિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને ચોરે ૧.૦૫ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ જુહુ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. જનકભાઈનો મોબાઇલ પાંચમી જાન્યુઆરીએ વિલે પાર્લે સ્ટેશન નજીક ચોરાયો હતો. ત્યાર બાદ જનકભાઈ કામમાં હોવાથી એની પોલીસ-ફરિયાદ કરવાનું તેમણે જરૂરી સમજ્યું નહોતું. દરમ્યાન, ૭ જાન્યુઆરીએ ઈ-મેઇલ તપાસતાં પોતાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝૅક્શનમાં ૧.૦૫ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની તેમને જાણ થઈ હતી.
મોબાઇલ ચોરાયો એ જ દિવસે અમારી પાસે ફરિયાદ નોંધાવી હોત તો જનકભાઈના બૅક્ર-ખાતામાંથી ગયેલા પૈસા બચી ગયા હોત એમ જણાવતાં જુહુ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહયું હતું કે ‘ફરિયાદીનો સૅમસંગ કંપનીનો લાઇટ મોબાઇલ પાંચમી જાન્યુઆરીએ બોરીવલી જવા માટે તેઓ વિલે પાર્લે સ્ટેશન પર આવ્યા ત્યારે ચોરાઈ ગયો હતો. એ સમયે તેઓ પ્રોગ્રામમાં જતા હોવાથી ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પર આવ્યા નહોતા એટલું જ નહીં, બીજા દિવસે પણ તેઓ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ કરવા આવ્યા નહોતા. અંતે ૭ જાન્યુઆરીએ તેઓ પોતાની ઈ-મેઇલ તપાસી રહ્યા હતા ત્યારે તેમના બૅક્ર-ખાતામાંથી ૧.૦૫ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતાં બેંક ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને શ્ભ્ત્ આઇડી દ્વારા પૈસા સેરવી લીધા હોવાની માહિતી મળતાં તેમણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં ફરિયાદીનો ૩૫,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ઉપરાંત ૧.૦૫ લાખ રૂપિયા બૅક્રમાંથી એમ ૧.૪૦ લાખ રૂપિયા ગયા હોવાની ફરિયાદ અમે નોંધી છે.'
મારી તમામ લોકોને અપીલ છે કે જો તમારો મોબાઇલ ચોરાય તો તાત્કાલિક એની ફરિયાદ કરો અને એની સાથે તમારી તમામ બૅક્રિંગ ઍપ્લિકેશન બ્લૉક કરી દો એમ જણાવતાં જનક મેહતાલિયાએ ‘કહ્યું હતું કે ‘મારો મોબાઇલ ગયો એના એકથી બે કલાક સુધી ફોન ચાલુ હતો એટલે મને એમ કે મોબાઇલ ચોરાયો નથી અને હું જ કયાંક ભૂલી ગયો છું એટલે મેં ફરિયાદ નોંધાવી નહોતી. જોકે જ્યારે મને ખબર પડી કે મારા બેંક-ખાતામાંથી પૈસા ઊપડી ગયા છે ત્યારે મેં બેંકમાં જઈને તપાસ કરી ત્યારે ખબર પડી કે મોબાઇલ ચોરનારે નવું UPI આઇડી બનાવીને પહેલા દિવસે ૫૦૦૦ રૂપિયા અને બીજા દિવસે ૨૫,૦૦૦-૨૫,૦૦૦ રૂપિયા એમ કરીને પૈસા ઉપાડયા હતા. અંતે મેં તાત્કાલિક બૅક્રમાં મારું અકાઉન્ટ બ્લૉક કરાવી દીધું હતું અને ત્યાર બાદ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
