News of Monday, 13th January 2025
શેરબજાર ધડામ : ૧૨ લાખ કરોડનો ધુંબો : રૂપિયો તુટી ૮૬.૫૦
મકરસંક્રાંતિ પૂર્વે શેરબજારનાં ગાભા-છોતરા નીકળી ગયા : ૯૦૦થી વધુ પોઇનટનો કડાકો : નીફટી ૨૩૧૦૦ આસપાસ : ડોલર સામે રૂપિયો ભોં ભેગો થતાં મોંઘવારી ભડકવાના એંધાણ : આયાત વધુ મોંઘી થશે : ક્રુડના ભાવમાં પણ ભડકો

મુંબઇ, તા.૧૩: મકરસંક્રાંતિ પૂર્વે શેરબજારમાં આજે કડાકો બોલી ગયો છે. ક્રુડના ભાવમાં વધારો, ગ્લોબલ માર્કેટ તુટવાથી અને વિદેશી રોકાણકારોની સતત વેંચવાલીને કારણે શેરબજારના છોતરા નીકળી ગયા છે. ૨.૧૫ કલાકે સેન્સેકસ ૯૨૬ પોઇન્ટ ઘટીને ૨૩૧૧૮ ઉપર છે. આજે રોકાણકારોને ૧૨ લાખ કરોડનો ધુંબો લાગ્યો છે તો બીજી તરફ ડોલર સામે રૂપિયો કડડડભૂસ થઇ ૮૬ની ઉપર પહોંચી ગયો છે. આજે રૂપિયો વધુ ૩૭ પોઇન્ટ તુટીને ૮૬.૪૮ની સર્વકાલિન નીચે સપાટીએ પહોંચી ગયો છે.
સોમવારે ભારતીય બ્લુ-ચિપ ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, ઊંડા લાલ રંગમાં ટ્રેડ થયા હતા, કારણ કે યુએસમાં અણધારી રીતે મજબૂત રોજગાર અહેવાલે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષાઓને નબળી પાડી હતી. ધીમી કમાણીની ચિંતાએ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી.
બીએસઈ સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટથી વધુ ઘટીને દિવસના સૌથી નીચા સ્તરે ૭૬,૪૯૧ પર પહોંચી ગયો, જ્યારે નિફ્ટી૫૦ ૫૦૦ પોઈન્ટ ઘટીને ૨૩,૧૨૪ પર પહોંચી ગયો.
દરમિયાન, BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું બજાર મૂડીકરણ રૂ. ૧૧.૭૪ લાખ કરોડ ઘટીને રૂ. ૪૧૮.૫૭નિફ્ટીના બધા સૂચકાંકો લાલ નિશાનમાં હતા. સૌથી મોટો ઘટાડો રિયલ્ટી શેરોમાં જોવા મળ્યો. મેટલ, પીએસયુ બેંકો, ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ્સ પણ મોટા ઘટાડામાં હતા.
ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક સિવાય, નિફ્ટીના અન્ય તમામ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. બીપીસીએલ, પાવર ગ્રીડ, એપોલો હોસ્પિટલ, એમ એન્ડ એમ, બીઈએલ જેવા શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. બીએસઈ સેન્સેક્સ પર પણ, ઇન્ડસઇન્ડ, એક્સિસ બેંક અને ટીસીએસ લીલા નિશાનમાં હતા. પરંતુ એશિયન પેઇન્ટ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, HDFC બેંકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. લાખ કરોડ થયું.
શેરબજારની સાથે સાથે રૂપિયામાં પણ મંદીનું જોર વધ્યું છે. આજે રૂપિયો ફરી ડોલર સામે ૩૭ પૈસા તૂટી ૮૬.૪૧ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો છે. ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહયો છે.
અમેરિકન ડોલર સામે રૂપિયો ૩૭ પૈસા તૂટી ૮૬.૪૧ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ફોરેન એક્સચેન્જ ખાતે રૂપિયો આજે ડોલર સામે ૮૬.૧૨ના સ્તરે ખૂલ્યા બાદ ઘટી ૮૬.૪૧ થયો હતો. જે શુક્રવારે ૮૬.૦૪ પર બંધ રહયો હતો. બ્રેન્ટ ક્રુડ ઓઈલ પણ ૧.૪૪ ટકા વધી ૮૦.૯૧ ડોલર પ્રતિ બેરલ થયું છે. જેણે રૂપિયા પણ ફુગાવાનું પ્રેશર વધાર્યું છે.
રૂપિયાની વધતી નબળાઈ દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો સર્જી શકે છે. ક્રૂડના વધતાં ભાવો અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં ૮૦ ટકા આયાત પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી પાછા આસમાને પહોંચી શકે છે. વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પર પણ બોજો વધશે. તદુપરાંત આયાત થતાં ઓટો- પાર્ટ્સ, સેમી કંડક્ટર ચીપ્સ પણ મોંઘી બનતાં ઈલેક્ટ્રોનિક્સ, વાહનોના ભાવ વધશે.
ટેક્સટાઈલ, ફાર્મા, આઈટી, કળષિ સહિતના ક્ષેત્રમાં નિકાસકારોને ડોલરની મજબૂતાઈનો લાભ મળશે. ડોલર ૨૦૨૨ બાદની રેકોર્ડ ટોચે ક્વોટ થઈ રહ્યો છે. જેના લીધે સેવા નિકાસની કમાણી પણ વધશે.
રૂપિયામાં ઘટાડા પાછળના કારણો
ડોલર ઈન્ડેક્સ ૦.૨૨ ટકા ઉછળી ૧૦૯.૭૨ની બે વર્ષની ટોચે, યુએસ બોન્ડ યીલ્ડ પણ ઉછળી ૪.૭૬ ટકા થઈ.
ક્રુડ ઓઈલના ભાવોમાં વળદ્ધિથી ફુગાવાનું પ્રેશર વધ્યું, વૈશ્વિક પડકારોની અસર.
વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી.
દેશનો જીડીપી ગ્રોથ મંદ રહેવાના અહેવાલો.(૨૩.૩૦)
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
