<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

બેંક કામદારો ઉદ્યોગપતિઓના ૯૦ અઠવાડીયાના ૯૦ કલાક કામ કરવાના વિચારનો વિરોધ કરે છે

વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને ધ્‍યાનમાં રાખ્‍યા વગર ઉદ્યોગપતિઓ અભિપ્રાય વ્‍યકત કરે છે તે નિંદનીય છે

રાજકોટ તા. ૧૩:  એલ એન્‍ડ ટી ના શ્રી સુબ્રમનીયમ, મુર્થી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ આજે જે અઠવાડીયાના ૪૮ કલાક કામદારોએ કામ કરવાનો નિયમ છે તેને બદલે ૭૦, ૮૦ કે ૯૦ કલાક કામદારોએ કામ કરવાનો અભિપ્રાય વ્‍યકત કરેલ છે. તેમ ગુેજરાત બેંકવર્કસ યુનિયનની યાદી દર્શાવે છે.

ભારતના કામદારો સારી કામગીરી કરે તે જરૂરી છે. પરંતુ આ ઉદ્યોગપતિઓ ભારતમાં જે બેરોજગારીનો આંક વર્ષે-વર્ષે ઝડપથી વધતો જાય છે. હાલમાં ભારતના શિક્ષિત અને અર્ધશિક્ષિત તેમજ સ્‍કીલ યુવાનો રોજગાર વગરના રહે છે. આ ઉદ્યોગપતિઓ પોતાના સંસ્‍થાનમાં રોજગાર ઉભી કરવાને બદલે બેરોજગાર યુવાવર્ગની ફોજ ઉભી કરવા માંગતા હોય તેવું લાગે છે.

૪૮ કલાકનું કામ કરીને કામદાર/કર્મચારીઓ જે સંપતિ ઉભી કરે છે તેમાં અદાણી, અંબાણી, નિરવ મોદી, ચોકસી અને એમના જેવા ઉદ્યોગપતિઓ દેશની સંપતિ લુંટાવી રહ્યાં છે. માલેતુજાર ઉદ્યોગપતિઓ અને વંચિત ગરીબ પ્રજા વચ્‍ચે આવતફાવત દિવસે-દિવસે વધતો જાય છે. આ તફાવત જે ૮૦ વર્ષ પહેલા હતો તે કક્ષાએ પહોંચી ગયેલ છે.

આ ઉદ્યોગપતિઓ ભૂલી ગયા છે કે કામદાર કર્મચારી વર્ગ લોહીયાળ સંઘર્ષ કરી અને અઠવાડીયાના ૮ કલાક કામનો અધિકાર મેળવેલ છે. અને તે વિશ્વભરમાં પ્રેમ  ડે તરીકે કામદારો ઉજવે છે.

જે ઉદ્યોગપતિઓ કામના કલાકની ભલામણ કરે છે તેઓની આવક અને તેમની નીચે કામ કરવા કામદાર વર્ગના અંતના કામદારોની આવકમાં શું તફાવત છે તે પણ જાણવું જોઈએ. તેઓને સવલતો મળે છે જેને કારણે તેઓ પરિવાર સાથે સમય વિતાવે છે. તે આ છેવાડાના કામદાર વર્ગને શું સવલત મળે છે તે પણ તેમણે અભિપ્રાય વ્‍યકત કરતા પહેલા વિચારવું જોઈએ. આ પ્રકારના ગેરવ્‍યાજબી અભિપ્રાયોનો અમે સખત વખોડી કાઢીએ છીએ તેમ યાદી અંતમાં કહે છે.

(3:47 PM IST)