News of Monday, 13th January 2025
વિશ્વના ટોપ-પર ફરવા લાયક સ્થળોમાં આસામનો ડંકો : ચોથા સ્થાને
ન્યુયોર્ક ટાઇમ્સનું ‘‘ટ્રાવેલ લીસ્ટ-ર૦રપ'' જાહેર

નવી દિલ્હી, તા. ૧૩ : ન્યૂયોર્ક ટાઈમ્સના ‘ટ્રાવેલ લિસ્ટ-૨૦૨૫' ફરવા લાયક ટોપ-૫૨ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આસામનો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે. યાદીમાં ભારતના પૂર્વોત્તરનું ખુબસુરત રાજ્ય આસામને પણ સામેલ કરાયું છે. પ્રાકળતિક સુંદરતા, ચાના બગીચા અને સમળદ્ધ સાંસ્કળતિક વારસાના કારણે આસામ ટોપ-૫૨ દેશોની યાદીમાં ચોથા ક્રમે સામેલ કરાયું છે.
આસામની ખાસીયત ચાના બગીચાઓ અને ‘બાયો ડાયવર્સિટી' બ્રહ્મપુત્રા નદી માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં જાણીતી છે અને આ નદી આસામમાં આવેલી છે. આસામની સૌથી મહત્ત્વની ખાસીયત ચાના બગીચાઓ અને ‘બાયો ડાયવર્સિટી' છે, જે રાજ્યને તદ્દન નોખી જ સુંદરતા પુરી પાડે છે. આ જ કારણે વિશ્વભરના ટોપ-૫૨ દેશોમાં આસામને સામેલ કરવામાં આવ્યું છે.
આસામે વિશ્વભરના અનેક જાણિતા પર્યટન સ્થળોને ટક્કર આપી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આસામે ગૈલાપાગોસ, આઈલેન્ડ, ન્યુયોર્ક સિટી મ્યુઝિયમ જેવા સ્થળોને ટક્કર આપી છે. આસામને ચાના બગીચાઓ અને જીવંત સંસ્કળતિની ભૂમિ કહેવામાં આવી છે. યાદીમાં સૌથી પહેલા ક્રમાંકે યૂરોપીય શહેર જેન ઓસ્ટેનનો સમાવેશ કરાયો છે, જ્યાં સ્મળદ્ધ વાસ્તુકલા અને અત્યાધુનિક સુવિધાઓનો અદભૂત સંગમ જોવા મળે છે.
આ યાદીમાં જેન ઓસ્ટેનનું ઈંગ્લેન્ડ ગાલાપાગોસ ટાપુઓ ન્યૂ યોર્ક શહેરના સંગ્રહાલયો ૪.આસામ, ભારત ‘સફેદ કમળ' થાઈલેન્ડ , ગ્રીનલેન્ડ ,એક્સ-એન-પ્રોવેન્સ, ફ્રાન્સ ,સન વેલી, ઇડાહો , લુમ્બિની, નેપાળ , સિડની, ઓસ્ટ્રેલિયા ,. કોઈમ્બ્રા, પોર્ટુગલ ૨.એંગોલા હેમ્બર્ગ, જર્મની , નિકારાગુઆ , ડોલોમાઇટ્સ, ઇટાલી , એશવિલ, ઉત્તર કેરોલિના , મેગ્ડાલેના નદી, કોલંબિયા ,લોસ કાબોસ, મેક્સિકો, અલીશાન, તાઇવાન , ફ્લો કન્ટ્રી, સ્કોટલેન્ડ , ક્રિસ્ટિયનસેન્ડ, નોર્વે ,બુખારા, ઉઝબેકિસ્તાન ,લેક્સિંગ્ટન અને કોનકોર્ડ, મેસેચ્યુસેટ્સ , કેનફ્રેન્ક, સ્પેન ,બેનિન સિટી, નાઇજીરીયા , એમ્સ્ટરડેમ,ન્યૂ ઓર્લિયન્સ , રાજા એમ્પટ, ઇન્ડોનેશિયા ,ડેલ્ફી, ગ્રીસ , ટોયામા, જાપાન ,. ફ્રેન્ચ બાસ્ક કન્ટ્રી ૩૨.કિલિફી, કેન્યા , બ્રિટિશ વર્જિન ટાપુઓ ૩૪. લોફોટેન ટાપુઓ, નોર્વે ૩, પૂર્વ લંડન ૩૬.સ્ટોકહોમ દ્વીપસમૂહ, સ્વીડન, કુટૈસી, જ્યોર્જિયા ૮.ઓસાકા, જાપાન , ડેટ્રોઇટ ,.ટ્રેન્ટ-સેવર્ન વોટરવે, ઓન્ટારિયો ,મોન્ટસેરાટ, સ્પેન ,પヘમિ ઓસ્ટ્રેલિયા ,વોશિંગ્ટન ડીસી ૪૪.નાંગમા વેલી, પાકિસ્તાન ૪૫.સિસિલી ડિવાઇડ સાયકલ રૂટ ૪૬.ઓલાટાયતામ્બો, પેરુ ૪૭. અબુ ધાબી,હુઆંગશાન, ચીન , મિલાન,બલ્ગેરિયા,રોટરડેમ, નેધરલેન્ડ્સ તથા મોન્ટસેરાટ, કેરેબિયન.નો સમાવેશ કરવામાં આવ્યો છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
