<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

નરેન્‍દ્રભાઇએ સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલ ખુલ્લી મુકતા ૩૬૫ દિવસ લદાખ દેશ સાથે રહેશે જોડાયેલુ

શ્રીનગર-લેહ નેશનલ હાઇવે પર ૨૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ : ૬.૫ કિમી લાંબી ટર્નલનું કામ ૨૦૧૫માં શરૂ થયેલ : આ ટર્નલ ૮૬૫૦ ફુટની ઉંચાઇએ સ્‍થિત છે : ઇમરજન્‍સી માટે અલાયદા રોડની વ્‍યવસ્‍થા

નવી દીલ્‍હી તા.૧૩: નરેન્‍દ્રભાઇએ આજે  સોમવારે સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્‌ઘાટન કર્યુ હતુ. આ પહેલા શ્રીનગર-લેહ રાષ્‍ટ્રીય રાજમાર્ગને શનિવારથી સોમવાર સુધી બંધ રખાયેલ. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાનને લીધે રસ્‍તા પર બરફની સ્‍થિતિને પહોંચી વળવા માટે અને ખરાબ રસ્‍તાને સુધારવા માટે આ પગલું લેવામાં આવ્‍યું છે. આ ટનલને વ્‍યૂહાત્‍મક રીતે ખૂબ જ મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમની મુલાકાતને ધ્‍યાનમાં રાખીને, ઝેડ-મોડ ટનલ પાસે સુરક્ષા કડક કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્‍તારોમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્‍યા વધારી દેવામાં આવી છે.

શ્રીનગર-લેહ રાષ્‍ટ્રીય રાજમાર્ગ પર ૨૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટનલ ૬.૫ કિલોમીટર લાંબી ઝેડ-મોડ ટનલ આખું વર્ષ લદ્દાખ આવવા-જવાની દિશામાં એક મોટું પગલું હશે. આ ટનલ બનાવવાનુ કામ વર્ષ ૨૦૧૫ માં શરૂ થયું હતું અને ગયા વર્ષે તેનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું. આ ટનલને લદ્દાખમાં દેશની સુરક્ષા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણકે આ ટનલ કેન્‍દ્રશાસિત પ્રદેશ લદ્દાખને દેશના બાકીના વિસ્‍તાર સાથે પણ જોડે છે.

આ ટનલ શરૂ થયા પછી ગગનગીર અને સોનમર્ગ વચ્‍ચે અવિરત જોડાણ સુનિヘતિ થશે અને ઉનાળામાં લદ્દાખની મુસાફરી પહેલા કરતાં ઘણી સરળ બનશે. ઝેડ મોર્ડ ટનલ ૮,૬૫૦ ફૂટની ઊંચાઈ પર સ્‍થિત છે અને તે બે-લેન રોડ ટનલ છે. આ ઉપરાંત તેમાં ઇમરજન્‍સીની સ્‍થિતિમાં સમાંતર ૭.૫ મીટર પહોળો માર્ગ પણ બનાવવામાં આવ્‍યો છે.

પીએમ મોદીની મુલાકાત માટે સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ, અર્ધલશ્‍કરી દળો અને સૈન્‍યના જવાનોએ પહેલાથી જ ચાર્જ સંભાળી લીધો છે. આ ઉપરાંત, કાર્યક્રમને ધ્‍યાનમાં રાખીને, આસપાસના વિસ્‍તારોમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્‍સીઓ પણ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. કાર્યક્રમ અને અન્‍ય સંવેદનશીલ સ્‍થળોએ શાર્પ શૂટરો પણ ગોઠવાઈ ગયા છે. ડ્રોન સહિત અન્‍ય ટેકનિકલ દેખરેખ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ વિસ્‍તાર પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.રાષ્‍ટ્રવિરોધી તત્‍વો પર નજર રાખવા માટે મહત્‍વપૂર્ણ ચોકીઓ પર ડઝનબંધ ચેકપોઇન્‍ટ બનાવવામાં આવ્‍યા છે.

એસપીજી ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે અને ચાર્જ સંભાળી લીધો છે. ટનલનું ઉદ્‌ઘાટન કર્યા પછી, પીએમ મોદી ગગનગીરમાં એક રેલીને પણ સંબોધિત કરશે. આ ટનલ જમ્‍મુ અને કાશ્‍મીર તેમજ ભારત માટે ઘણી રીતે ખૂબ જ મહત્‍વપૂર્ણ બનવાની છે.

આ કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે કારણ કે ગયા વર્ષે ૨૦ ઓક્‍ટોબરે ગગનગીરમાં ટનલ પાસે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં સ્‍થાનિક ડૉક્‍ટર સહિત ૭ લોકોના મોત થયા હતા. તેથી સેનાની સાથે, સુરક્ષા એજન્‍સીઓ પણ સંપૂર્ણ સક્રિય મોડમાં છે અને જમીનથી આકાશ સુધી દરેક જગ્‍યાએ સઘન સુરક્ષા કરવામાં આવી છે.

(4:44 PM IST)