તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પોતાનું નામાંકન દાખલ થઇ શક્યું નહીં : સમયસર DM ઓફિસ ના પહોંચી શકી
ઉમેદવારોના નામ 18 જાન્યુઆરીએ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને 20 જાન્યુઆરીએ નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને નામાંકન પણ શરૂ થઈ ગયું છે. જોકે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે પોતાનું નામાંકન દાખલ કરી શક્યા ન હતા. નોમિનેશન ફાઈલ કરવા માટે ઉમેદવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ડીએમ ઓફિસ પહોંચવાનું હોય છે, પરંતુ આતિશી ચૂંટણી પંચની ઓફિસમાં ગઈ હતી. આ કારણે તે સમયસર ડીએમ ઓફિસ પહોંચી શકી ન હતી અને આજે તેનું નોમિનેશન થઈ શક્યું ન હતું. હવે આતિશી આવતા પાંચ દિવસમાં નોમિનેશન ફાઇલ કરી શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે નોમિનેશનની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી છે. ઉમેદવારોના નામ 18 જાન્યુઆરીએ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને 20 જાન્યુઆરીએ નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
દિલ્હીની તમામ 77 વિધાનસભા બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને ચૂંટણી પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે દિલ્હીની વિધાનસભા ચૂંટણી 10 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થશે.
આતિશીએ ચૂંટણી લડવા માટે દાન એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. તેઓએ 40 લાખ રૂપિયા એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. આતિશીએ કહ્યું કે મુખ્યમંત્રી માટે ખોટા માધ્યમથી પૈસા એકઠા કરવા ખૂબ જ સરળ છે, પરંતુ તે આવું નથી કરતી. તેમણે લોકોને દાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અન્ય નેતાઓ ઉદ્યોગપતિઓ પાસેથી દાન લઈને ચૂંટણી લડે છે અને જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે તેમના માટે કામ કરે છે, પરંતુ આમ આદમી પાર્ટી અલગ છે. જ્યારે તેઓ 2013માં પ્રથમ ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેઓ ઘરે-ઘરે જઈને પૈસા માંગ્યા હતા. લોકોએ 10 થી 500 રૂપિયા સુધીની રકમ આપી હતી અને દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત રાજકારણમાં યોગદાન આપ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પણ લોકો તેમને દાન આપશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
