તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th January 2025
પતિના વ્યભિચારથી ત્રાસી જઈને મહિલાએ ખૌફનાક પગલું ભર્યું : પતિની હત્યા કરી ઘરમાં ચારપાઈ પર બાંધીને સળગાવી દીધો
અવારનવાર બહારથી મહિલાઓને લાવીને ઘરમાં સંબંધ બનાવતો:પત્ની રોજ આ બધું જોતી હતી:રાઘવેન્દ્ર પત્ની અને ભાડૂઆત વર્ષાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો આથી બન્ને મહિલાઓએ આવું ખૌફનાક કામ કર્યું

યુપીના ઈટાવામાં એક મહિલાએ પતિના વ્યભિચારથી તંગ આવીને એક ખૌફનાક પગલું ભર્યું હતું. ઈટાવાની વૃંદાવન કોલોનીમાં એન્જિનિયર રાઘવેન્દ્ર યાદવની તેની પત્ની કિરણ યાદવે હત્યા કરી નાખી હતી. કિરણ યાદવે તેના ઘરમાં ભાડે રહેતી વર્ષાની મદદથી પતિની હત્યા કરીને ઘરમાં ચારપાઈ પર બાંધીને સળગાવી દીધો હતો જેની અડધી સળગેલી લાશ મળી આવી હતી.
રાઘવેન્દ્ર યાદવને પહેલા નશીલા પદાર્થ ભેળવીને બેભાન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મોં પર રજાઇ નાખીને ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી, હત્યાને અકસ્માત લાગે તે માટે, તેમને પ્લાસ્ટિકના કોટ પર સુવડાવીને નીચેથી આગ લગાડવામાં આવી હતી. જેના કારણે તેનો મૃતદેહ કમરથી નીચે દાઝી ગયેલો મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ માથા પર ભારે વસ્તુ વડે માર મારવાનું જણાવવામાં આવ્યું છે.
પોલીસનું માનવું છે કે હત્યા પહેલા એન્જિનિયરને માથામાં મારવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાઘવેન્દ્ર યાદવ તેની પત્ની કિરણ યાદવ અને ભાડુઆત વર્ષા યાદવને માનસિક ત્રાસ આપતો હતો અને વર્ષાને તેનો વીડિયો વાયરલ કરી નાખવાની ધમકી આપતો હતો.
રાઘવેન્દ્ર યાદવે પરસ્ત્રી ગમનો શૌખીન હતો અને અવારનવાર બહારથી મહિલાઓને લાવીને ઘરમાં સંબંધ બનાવતો હતો, પત્ની રોજ આ બધું જોતી હતી એટલું જ નહીં પરંતુ રાઘવેન્દ્ર પત્ની અને ભાડૂઆત વર્ષાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો આથી બન્ને મહિલાઓએ આવું ખૌફનાક કામ કર્યું હતું.
આ ઘટનામાં રાઘવેન્દ્રના પુત્ર પ્રશાંત યાદવે તેની માતા અને વર્ષા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે કિરણ યાદવની ધરપકડ કરી લીધી છે, પરંતુ વર્ષા હજુ ફરાર છે. કાવતરાને અંજામ આપ્યા બાદ કિરણે વર્ષાને ભગાડી દીધી હતી અને પછી તે રુમમાં પુરાઈ ગઈ હતી.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
