તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th January 2025
ટ્રમ્પની શપથવિધિ નજીક આવતા ઈરાન બેબાકળું બનવા લાગ્યું: બે શહેરોમાં આવેલી અણુ સુવિધાઓની સુરક્ષામાં જબ્બર વધારો કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સમારોહ પહેલા એક તરફ હમાસ પર ઈઝરાયલી બંધકોને છૂટા કરવા માટેનું દબાણ છે. જ્યારે બીજી તરફ, ઈરાનને ડર છે કે અમેરિકા તેમની અણુ સાઈટ ઉપર હુમલો કરશે. જેને લઈને ઈરાની સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ બે શહેરોમાં બે અણુ સાઈટની સુરક્ષામાં ભારે વધારો કરી દીધો છે. કોમ પ્રાંતના ફોર્ડો અને ખોનબ શહેરોને મિસાઇલ શહેરો તરીકે અભેદ્ય કિલ્લા બનાવવામાં આવ્યા છે, જ્યાં હેવી વોટર રિએક્ટર પણ છે.
ઈરાને ખોરદાદ-૧૫ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલ તૈનાત કરીને રાખી છે, જે સૈયદ-૩ મિસાઇલનો ઉપયોગ કરીને ૨૦૦ કિલોમીટરની રેન્જમાં ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને માનવયુક્ત વિમાન સહિત ૬ મિસાઇલોને એકસાથે શોધી કાઢવા, અટકાવવા અને નિશાનો બનાવવા સક્ષમ છે. આ ડિફેન્સ સિસ્ટમ ૪૫ કિલોમીટર સુધીના અંતરે દુશ્મનના લડાકુ વિમાનોને નિશાન બનાવી શકે છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
