તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
"યુક્રેન, રશિયાના ૧૦ વિદેશી કૌભાંડીઓએ ભારતમાં નીચલા મધ્યમ વર્ગના હજારો લોકો સાથે કરોડો- અબજો રૂપિયાની છેતરપિંડી કરી પોતાના દેશમાં ભાગી ગયા: લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો"

મુંબઈ: "ટોરેસ" પોન્ઝી સ્કીમ કેસમાં ઇડીએ મની લોન્ડરિંગના આરોપો પર તપાસ શરૂ કરી છે. આ યોજનામાં દેશના નીચલા - મધ્યમ વર્ગના રોકાણકારો સાથે, અબજો રૂપિયાની છેતરપિંડી, મોટું વળતર આપવાની લાલચ આપીને કરવામાં આવી હતી.
યુક્રેન, રશિયાના ૧૦ વિદેશી કૌભાંડીઓએ ભારતમાં કરોડો- અબજો રૂપિયાની છેતરપિંડી કરી હવે પોતાના દેશમાં ભાગી ગયા છે: લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.
મુંબઈના શિવાજી પાર્ક પોલીસે નોંધેલી એફઆઇઆરમાં, એક શાકભાજી વિક્રેતાએ દાવો કર્યો છે કે ટોરેસ પોન્ઝી યોજનામાં લગભગ ૧.૨૫ લાખ રોકાણકારોએ રોકાણ કર્યું હતું, જેમાં ૬૬ રોકાણકારો દ્વારા ૧૩.૮૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં કેટલાક રોકાણકારોને વળતર મળ્યું, પરંતુ પાછળથી પૈસા આવવાનું બંધ થઈ ગયું, ત્યારબાદ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો અને તેની તપાસ ઇકોનોમિક ઓફેન્સ વિંગ - ઇઓડબલ્યુને સોંપવામાં આવી.
ઇ ઓ ડબલ્યુ ની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ યુક્રેનિયન નાગરિકો દ્વારા રચવામાં આવેલું કાવતરું હતું. આરોપીની યોજના મુજબ, નીચલા મધ્યમ વર્ગના લોકો ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. હાલમાં, આ કેસમાં સંડોવાયેલા ૧૦ વિદેશી નાગરિકો ફરાર છે અને તેમની સામે લુક આઉટ સર્ક્યુલર (એલ ઓ સી) જારી કરવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના વિદેશી નાગરિકો પહેલાથી જ દેશ છોડીને ભાગી ગયા છે.
આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે ઓલેના સ્ટોઇનનું નામ સામે આવ્યું છે. આરોપીઓએ ક્રિસમસ પર ભાગી જવાની યોજના બનાવી હતી
ઈ ઓ ડબલ્યુ ના અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીની યોજના ક્રિસમસ દરમિયાન દેશ છોડીને ભાગી જવાની હતી કારણ કે તે દરમિયાન કોઈને કંઈ શંકા ન થાય. તેણે પોતાની યોજનાને અમલમાં મૂકી અને દેશ છોડીને ભાગી ગયો. આ કેસમાં ધરપકડ કરાયેલા બે વિદેશી નાગરિકો, તાનિયા ઉર્ફે તાજગુલ ખાટાસોવા અને રશિયન નાગરિક વેલેન્ટિના કુમારીને કોર્ટે ઈ ઓ ડબલ્યુ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી.
અત્યાર સુધીમાં, ૨૦૦૦ થી વધુ ફરિયાદીઓ આગળ આવ્યા છે જેમણે લગભગ ૩૯ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ કેસમાં, ઈઓડબલ્યુ એ ૧૧ ટોયોટા ગ્લાન્ઝા કાર સહિત ૨૧ કરોડ રૂપિયાનો સામાન અને રોકડ જપ્ત કરી છે. આ ઉપરાંત, એ પણ પ્રકાશમાં આવ્યું કે તાનિયા ઉર્ફે તાજગુલ ખાટાસોવાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ડોંગરી પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ૬૨ લાખ રૂપિયાના કેસમાં કથિત રીતે દખલગીરી કરી હતી. આ સંદર્ભમાં, ઇકોનોમિક ઑફેન્સ વીંગ આવકવેરા વિભાગ પાસેથી પણ માહિતી એકત્રિત કરી રહી છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
