<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

કુંભના મેળામાં પ્રથમ દિવસે ૨૫૦ લોકો વિખુટા પડ્યા

લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્નાન માટે એકઠા થયા હતાઃ ભારે ભીડના કારણે પોતાના પરિવારથી છૂટા પડેલા ૨૫૦થી વધારે લોકોને મેળા પ્રશાસને ફરીથી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું

પ્રયાગરાજ,તા. ૧૪,મહાકુંભ ૨૦૨૫ના પ્રથમ દિવસે સવાર-સવારમાં ભારે ભીડના કારણે પોતાના પરિવારથી છૂટા પડેલા ૨૫૦થી વધારે લોકોને મેળા પ્રશાસને ફરીથી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના ઉદ્?ઘાટન દિવસે પૌષી પૂનમ સ્નાન ઉત્સવ મનાવવામાં આવ્યો, જે દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્નાન માટે એકઠા થયા હતા. મહાકુંભનું સમાપન ૨૬ ફેબ્રુઆરીએ થશે.

ભારે ભીડને કાબૂ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારે ભૂલા ભટક શિબિર, પોલીસ સહાયતા કેન્દ્ર અને મેળા માટે ખાસ રીતે નિર્મિત વોચટાવર પર કર્મચારીઓને તૈનાત કર્યા. આ ઉપરાંત પણ કેટલાય ઉપાય કર્યા છે. આ શિબિરોમાં ખોવાયેલી મહિલાઓ અને બાળકો માટે સમર્પિત સેક્શન છે, સાથે જ ડિજિટલ ગેજેટ્સ અને સોશિયલ મીડિયા હેલ્પથી ખોયા-પાયા કેન્દ્ર પણ છે.ઘાટના કિનારે લાગેલા સાઉન્ડસ્પીકર સતત ગુમ થયેલા લોકોના નામની જાહેરાત કરી રહ્યા છે. જેના થકી લોકો ફટાફટ મળી રહ્યા છે, જ્યારે પોલીસ અને નાગરિક સુરક્ષાકર્મી એક્ટિવ થઈને તીર્થયાત્રીઓની મદદ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ નાગરિક સુરક્ષા વોર્ડન નિતેશ કુમાર દ્વિવેદીએ તેના વિશે જાણકારી આપી છે.

દ્વિવેદીએ શરૂઆતી અનુમાનથી ક્યાંય વધારે ભીડને સંભાળવી એક પડકાર છે. તેમણે કહ્યું કે, "વિભાગ અને મેળા અધિકારીઓની દેખરેખમાં અસંખ્ય પરિવારોને ફરીથી મિલન કરાવ્યું છે. પહેલા દોઢ કલાકમાં જ અમારી નાગરિક સુરક્ષા ટીમે લગભગ ૨૦૦થી ૨૫૦ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળ રહી."

 

(10:35 AM IST)