<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

30 વર્ષીય હર્ષા રિછારીયા સાધ્વીની વેશભૂષા, માથા પર તિલક અને ફુલોની માળા પહેરીને રથ પર સવાર થઈને મહાકુંભમાં પહોંચીઃ સોશ્‍યલ મીડયામાં વીડિયો થતો વાયરલ

હર્ષાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પ્રમાણે, તે એક સોશિયલ એક્ટિવિસ્ટ અને ઈન્ફલુએન્સર છે. હર્ષાએ તેના Xના બાયોમાં પોતાને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી કૈલાશનંદગિરીજી મહારાજ, નિરંજની અખાડાની શિષ્યા ગણાવી છે

નવી દિલ્‍હીઃ  અહીં દેશ-વિદેશથી કરોડો ભક્તો સ્નાન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે સાધુ-સંતોની સાથે એક સાધ્વીની પણ ચર્ચામાં છે. આ સાધ્વીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જે બાદ સાધ્વીની જૂની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

આ સાધ્વનીનું નામ હર્ષા રિછારીયા છે. 30 વર્ષીય હર્ષા રિછારીયા સાધ્વીની વેશભૂષા, માથા પર તિલક અને ફુલોની માળા પહેરીને રથ પર સવાર થઈને મહાકુંભમાં પહોંચી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમને જણાવ્યું કે, હું ઉત્તરાખંડથી આવી છું, આચાર્ચ મહામંડલેશ્વરની શિષ્યા છું, મારે જે કરવાનું હતું, તે છોડીને આ વેશ ધારણ કર્યો છે. હું છેલ્લા બે વર્ષથી સાધ્વી બની છું.

હર્ષા રિછારીયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. હર્ષાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પ્રમાણે, તે એક સોશિયલ એક્ટિવિસ્ટ અને ઈન્ફલુએન્સર છે. હર્ષાએ તેના Xના બાયોમાં પોતાને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી કૈલાશનંદગિરીજી મહારાજ, નિરંજની અખાડાની શિષ્યા ગણાવી છે

(11:01 AM IST)