<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

આસારામબાપુને ૩૧ માર્ચ સુધી મળ્યા વચગાળાના જામીનઃ ૧૧ વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે

જોધપુરમાં સગીર સાથે બળાત્‍કારના કેસમાં હાઇકોર્ટમાંથી મળી રાહતઃ પોતાના અનુયાયીઓને મળી શકશે નહિ, કેસના પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહિ

 

અમદાવાદઃ  રાજસ્થાન હાઈકોર્ટે આસારામ બાપુને મોટી રાહત આપી છે. આસારામને વચગાળાના જામીન મળી ગયા છે. હવે આસારામ 11 વર્ષ બાદ જોધપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવશે. જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આસારામ દોષિત છે. તેની સજા અને જામીનને મોકૂફ રાખવા સંબંધિત અરજી પર આજે સુનાવણી થઈ હતી અને બંને પક્ષોને સાંભળ્યા બાદ બેન્ચે આસારામને રાહત આપી હતી. તેમના વકીલ આરએસ સલુજાએ તેમને જામીન મળ્યાની પુષ્ટિ કરી હતી.

આસારામને 31 માર્ચ 2025 સુધી વચગાળાના જામીન મળ્યા છે. રેપ કેસમાં મહિલા અનુયાયીને જામીન મંજૂર તમને જણાવી દઈએ કે આસારામ બાપુને પણ મહિલા અનુયાયી સાથે બળાત્કારના કેસમાં જામીન મળી ગયા છે. 7 જાન્યુઆરી, 2025 ના રોજ, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી અને 31 માર્ચ, 2025 સુધી જામીન પર મુક્ત કરવાનો નિર્ણય કર્યો.

આસારામને શરતો સાથે જામીન મળ્યા હતા. શરતો અનુસાર આસારામ જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. તેમજ તે કેસના પુરાવા અને સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.

(1:35 PM IST)