તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
AMTSનું 682 કરોડના બજેટમાં 120 નવી AC બસનો વધારોઃ ડેઈલી ટિકિટ પાસ માટે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશેઃ ધાર્મિક પ્રવાસનું 500 અને સ્પેશિયલ વર્ધીનું ભાડું 1500નો કર્યો વધારો

નવી દિલ્હીઃ AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજરે 2025-26ના વર્ષ માટે રૂપિયા 682 કરોડનું બજેટ રજૂ કર્યું છે. AMTSના કાફલામાં નવી 120 એસી બસ જોડવામાં આવશે. આમાંથી 113 બસ આ વર્ષે જ જોડવાની વિચારણા છે. આ ઉપરાંત ડેઈલી ટિકિટ પાસ મોબાઈલ એપથી ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
નવરાત્રિ, શ્રાવણ માસ સહિત અન્ય તહેવારોમાં મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવતો હોય છે. અત્યાર સુધી આ બસ માટે રૂપિયા 2500 જેટલી રકમ ભરવાની થતી હતી તેને બદલે હવે રૂપિયા 3000 નક્કી કરાઈ છે. તે ઉપરાંત અમદાવાદ બહાર પણ જો ધાર્મિક સ્થળે લઇ જવાય તો પ્રતિ બસ રૂપિયા 5000નો દર નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે અડાલજ ત્રિ- મંદિર ખાતે દર્શન કરવા જવું હોય કે મહેમદાવાદ ગણપતિ મંદિર ધાર્મિક પ્રવાસ થાય તો રૂપિયા 5000 પ્રતિ બસ વસૂલવામાં આવશે.
ખાનગી કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો દારૂ પી બસ ચલાવતા હોય છે. આવા પીધેલા ડ્રાઈવરોને કોઈ સજા થતી નથી. નવા બજેટમાં પણ દારૂડિયા ડ્રાઈવરોને પકડવા માટે કોઈ જોગવાઈ નથી. ઉપરથી કોન્ટ્રાક્ટરોને 22 કરોડ વધારે ફાળવાશે.
બજેટની જોગવાઈ અનુસાર બસોના સંચાલન માટે કોન્ટ્રાક્ટરને રૂપિયા 307 કરોડ ચૂકવાશે. ગત વર્ષની સરખામણીએ આ રકમ 22 કરોડ વધારે છે. એએમટીએસે મ્યુનિસિનલ પાસેથી 437 કરોડની લોન લેશે. મ્યુનિસિપલનું AMTS પર કુલ લેણું 4620.77 કરોડે પહોંચ્યું છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
