<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ મોહન લાલ બદૌલી અને ગાયક રોકી મિત્તલ વિરુદ્ધ હિમાચલમાં બળાત્કારનો કેસ નોંધાયો: રેપ કરી માર મારી કાઢી મૂકી: કેસમાં ફસાવવા પ્રયાસ થયો: ફોટા અને વીડિયો ઉતારી લીધા: ખળભળાટ

ચંદીગઢ: હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ મોહન લાલ બદૌલી અને ગાયક રોકી મિત્તલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.  આ સંદર્ભમાં ૧૩ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ હિમાચલ પ્રદેશના કસૌલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.  

પીડિત મહિલાનો આરોપ છે કે કસૌલીની એક હોટલમાં દારૂ પીવા માટે દબાણ કર્યા બાદ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે હરિયાણા બીજેપી પ્રમુખ મોહનલાલ બદૌલીએ તેને સરકારી નોકરીની લાલચ આપી હતી અને ગાયક રોકી મિત્તલે તેને તેના આલ્બમમાં અભિનેત્રી બનાવવાનું વચન આપ્યું હતું.

આ પછી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. પછી તેને ધમકી આપીને રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલ. આ દરમિયાન તેના અશ્લીલ ફોટા અને વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા.  આ પછી, પંચકુલામાં એક કેસમાં તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

સમગ્ર મામલાની માહિતી આપતાં, હિમાચલ પ્રદેશના સોલનના એસપી ગૌરવ સિંહે જણાવ્યું કે ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પોલીસ સ્ટેશન કસૌલીમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ તેની સતત તપાસ કરી રહી છે.  પીડિતાના જણાવ્યા મુજબ, આ ઘટના ૭ જુલાઈ ૨૦૨૩ ના રોજ બની હતી, જ્યારે તેના પર બળાત્કાર થયો હતો.

(8:27 PM IST)