<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

અમેરિકામાં ફરી વાહનોનો ઉપયોગ કરી આતંકી હુમલાઓ થવાની ચેતવણી

નવીદિલ્હી: મીડિયા રિપોર્ટ મુજબ એફબીઆઈ એ સોમવારે ચેતવણી જારી કરી કહ્યું છે કે, અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સ જેવા વધુ હુમલા થઈ શકે છે. 

અહેવાલો મુજબ એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને ચિંતા છે કે, ઉગ્રવાદીઓ વાહનનો ઉપયોગ કરીને હુમલો કરી શકે છે. તેમનું માનવું છે કે, સામાન્ય રીતે હુમલાખોરો વિદેશી આતંકવાદીઓના ઓછાયા હેઠળ હુમલો કરે છે. આતંકીઓ આવી રીતે ફરી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એફબીઆઈએ ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય હોવાનું જાહેર કર્યું હતું. જેમાં ૧૪ અમેરિકનોને મારી નાખવામાં આવેલ. 

એજન્સીએ કહ્યું હતું કે, ‘૪૨ વર્ષિય હુમલાખોર શબસુદ્દીન જબ્બાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો હતો. તેના વાહન પાછળથી કાળો ઝંડો મળી આવ્યો હતો. 

(5:36 PM IST)