તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
આખી રાત Wi-Fi ચાલુ રાખવું શરીર માટે નુકસાનકારક બની શકે છે? : જાણો તેના ગેરફાયદા અને શું છે ઉકેલ
Wi-Fi રાઉટર બેડરૂમથી અથવા સૂવાની જગ્યાથી દૂર રાખો, જેથી રેડિયેશનનો પ્રભાવ ઓછો થાય.

નવી દિલ્હી : આજના ડિજીટલ યુગમાં, લગભગ દરેક ઘરમાં Wi-Fi ઉપલબ્ધ છે, જે સતત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. તેના વિના, ડિજિટલ પ્રવૃત્તિઓ શક્ય નથી. Wi-Fi માટે ઘરમાં ઇન્સ્ટોલ કરાયેલ રાઉટર સતત કામ કરે છે, પણ શું તમે જાણો છો કે રાત્રે Wi-Fi ચાલુ રાખવું શરીર માટે નુકસાનકારક બની શકે છે? આ વિશે વધુ જાણકારી માટે આ આર્ટિકલ વાંચો.
રાત્રે Wi-Fi રાઉટર ચાલુ રાખવાથી રેડિયેશન તરંગો ઉત્સર્જિત થાય છે, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. નેશનલ હેલ્થ લાઇબ્રેરીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, 34 વર્ષની ઉંમરના 5 પુરુષોએ Wi-Fi રાઉટર પાસે 5 રાત વિતાવી. આ સમય દરમિયાન, તેઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ અને ઊંઘમાં ખલેલ જોવા મળી.
Wi-Fiમાંથી નીકળતા રેડિયેશન મગજ પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જેના કારણે ઊંઘની સમસ્યાઓ અને ઊંઘમાં ઘટાડો થઈ શકે છે.
રેડિયેશનનો સતત સંપર્ક મગજને અસર કરીને માથાના દુખાવા, ચક્કર અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
હેલ્થ રિપોર્ટ મુજબ, Wi-Fi, સ્માર્ટફોન અને લેપટોપ જેવા ઉપકરણોથી ઉત્પન્ન ચુંબકીય તરંગો હાઈ બીપી, હૃદયના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડી શકે છે.
રાત્રે સૂતી વખતે Wi-Fi રાઉટર બંધ કરી દો.જો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ, તો રાત્રે ઇન્ટરનેટ બંધ રાખો.Wi-Fi રાઉટર બેડરૂમથી અથવા સૂવાની જગ્યાથી દૂર રાખો, જેથી રેડિયેશનનો પ્રભાવ ઓછો થાય.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
