<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

ઑટો એક્સપો-૨૦૨૫, ૧૯ જાન્યુઆરીથી શરૂ

કંપનીયોએ પોતાના નવા વાહનો લાવવાનું શરૂ કર્યું : જેસીબી, રોડ રૉલર વગેરે નવા વાહન ગ્રેટર નોઈડા પહોંચ્યા

ગ્રેટર નોઇડા: ગ્રેટર નોઈડામાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો-૨૦૨૫ (ઑટો એક્સપો) ની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટમાં ૧૯થી ૨૨ જાન્યુઆરીથી ઑટો એક્સપો શરૂ થઈ જશે. તેને માટે સ્ટોલની સજાવટ શરૂ થઈ ચૂકી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપનીયો નવા વાહન રજૂ કરશે. કંપનીયોએ પોતાના નવા વાહનો લાવવાનું શરૂ કરી દીધું છે. જેસીબી, રોડ રૉલર વગેરે નવા વાહન ગ્રેટર નોઈડા પહોંચી ચૂક્યા છે.

આ વખતે ઑટો એક્સપો ત્રણ સ્થળ પર થશે :-

(૧) ૧૭ જાન્યુઆરી દિલ્હી મંડપમ્

(૨) ૧૮ જાન્યુઆરી દિલ્હીની યશોભૂમિ

(૩) ૧૯ જાન્યુઆરી ગ્રેનોમા

(11:23 PM IST)