તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 14th January 2025
માઈકલ બની ગયા બાબા મોક્ષપુરી : મૈક્સિકોમાં આશ્રમ ખોલશે
પ્રયાગ- રાજના પવિત્ર સંગમ પર પોતાની ઉપસ્થિતિથી સૌનું ધ્યાન ખેંચ્યું

પ્રયોગરાજ: મહાકુંભ-૨૦૨૫ એ ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના સંતો અને આધ્યાત્મિક ગુરુઓને આકર્ષિત કર્યા છે. તેમાંનું એક નામ છે, અમેરિકાના ન્યૂ મૈક્સિકોમાં જન્મેલા માઈકલ હવે બાબા મોક્ષપુરી બની ગયા છે. જેઓએ પ્રયાગ- રાજના પવિત્ર સંગમ પર પોતાની ઉપસ્થિતિથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેઓએ આધ્યાત્મિક યાત્રા અને સનાતન ધર્મ સાથે જોડાયેલી વાતોની ભાગીદારી કરી. બાબા મોક્ષપુરી કહે છે કે, હું પણ એક સાધારણ વ્યક્તિ હતો. પરિવાર અને પત્ની સાથે સમય વિતાવતો અને ફરવાનું પસંદ કરતો હતો.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
